• Gujarati News
  • કેદીપાર્ટીના પીએસઆઇ ઉપર ચાર કેદી સહિતના ટોળાંનો હુમલો

કેદીપાર્ટીના પીએસઆઇ ઉપર ચાર કેદી સહિતના ટોળાંનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાળીપાટના ડબલ મર્ડર કેસમાં જેલમાં રહેલા ચાર કેદીઓને સેશન્સ કોટર્માં રજૂ કરાયા બાદ તેને કોટર્ની બહાર લઇ અવાયા હતા ત્યારે કેદીઓ અને તેના સંબંધી સહિતના ટોળાંએ કેદીપાર્ટીના પીએસઆઇ અને પોલીસ સ્ટાફ પર હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. બાદમાં કેદીઓએ જાતે જ હાથકડી ફટકારી આપઘાતનો પ્રયાસ કર્યોહતો.બેવડી હત્યાના આરોપસર જેલમાં રહેલા કાળીપાટના દિનેશ દેવશી, ધીરૂ રઘા, સુરેશ રઘા અને છગન રઘાને શુક્રવારે સવારે સેશન્સ કોટર્માં રજૂ કરાયા હતા અને કોટર્ કાર્યવાહી પૂરી કર્યા બાદ કેદી જાપ્તામાં રહેલા પીએસઆઇ એ.ડી.પરમાર અને અન્ય પોલીસ સ્ટાફ ચારેય કેદીઓને જેલમાં લઇ જવાની તજવીજ કરતા હતા ત્યારે કોટર્ની બહાર કેદીઓના સંબંધી મહિલાઓ સહિત ૩૦ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને કેદીઓને નાસ્તો કરાવવાની માગ કરી હતી. પીએસઆઇ પરમારે માગ ફગાવતા કેદીઓ અને તેના સંબંધીઓ ઉશ્કેરાયા હતા અને પીએસઆઇ પરમાર અને પોલીસ સ્ટાફ પર હીચકારો હુમલો કર્યોહતો.સરાજાહેર પોલીસ સ્ટાફ પર હુમલો થતાં રાહદારીઓ થંભી ગયા હતા અને પોલીસની ધોલાઇ અનેક લોકોએ નિહાળી હતી. હુમલો કર્યા બાદ ચારેય કેદીઓએ પોતાને પહેરાવેલી હાથકડી માથામાં ફટકારી આપઘાતની કોશિશ કરી હતી. બનાવથી થોડીવાર માટે ઉગ્ર વાતાવરણ થઇ ગયું હતું. જોકે બાદમાં ચારેય કેદીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પીએસઆઇ પરમારે ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે ચારેય કેદી અને ટોળાંમાં રહેલા લોકો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હતી.