• Gujarati News
  • રાજકોટમાં બીજે દી’ એ તાપમાન ૪૪ ડિગ્રી

રાજકોટમાં બીજે દી’ એ તાપમાન ૪૪ ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ ૩૬ કલાક હિટવેવ રહેશે
કયાં કેટલું તાપમાન
હળવદના કવાડિયા ગામે લૂ લાગવાથી વૃઘ્ધનું મોત
સમગ્ર ગુજરાત અસામાન્ય હિટવેવમાં શેકાઇ રાું છે. એમાં પણ સૌરાષ્ટ્ર-કરછમાં તો ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. બુધવારે સતત બીજા દિવસે પણ આકાશમાંથી ત્વચા દઝાડતી આગ વરસતી રહી હતી. રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૪.૧ ડિગ્રી નોંધાયું હતું. રણ નજીક આવેલા સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૪.૭ ડિગ્રીએ પહોંરયો હતો. તો કંડલા એરપોટર્ ખાતે રાજયનું સૌથી વધુ એવું ૪૫.૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્ર-કરછ ઉપર સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેમ આભમાંથી અંગારા વરસી રાા છે. આકાશ અને ધરતી બન્નો શેકાઇ રાા છે. મંગળવારે રાજકોટમાં ૪૪.૮ ડિગ્રી. અ...ધ...ધ...ધ... તાપમાન નોંધાયા બાદ બુધવારે પણ મહત્તમ તાપમાન ૪૪.૧ ડિગ્રીએ પહોંરયું હતું. વહેલી સવારથી જ પૂર્વ દિશામાંથી સૂર્યકિરણો રૂપે વરસતા અગનબાણોથી ધરતી ગરમા ગરમ થવા લાગી હતી.
આખા દિવસ દરમિયાન આકરાં તડકા સાથે દાહક અને ઘાતક લૂ ફૂંકાથી રહી હતી. બપોરના સમયે શહેરોના રાજમાર્ગોસૂમસામ થઇ ગયા હતા. બીજી તરફ, રાત્રે પણ પવન મંદ થઇ જતાં લોકોએ બફારામાં પડખાં ફેરવ્યે રાખ્યા હતા. અમરેલીમાં મહત્તમ તાપમાન ૪૩.૮ ડિગ્રી નોંધાયું હતું.
સૌરાષ્ટ્ર-કરછ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુક્રવારની સાંજ સુધી પ્રવર્તમાન હિટવેવ જારી રહેવાની હવામાનખાતાએ આગાહી કરી છે. તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચતો રહેશે.
સાવરકુંડલા પંથકમાં એક ઇંચ કમોસમી વરસાદ
અમરેલી : અમરેલી પંથકમાં પલટાયેલા હવામાન વરચે બુધવારે ફરી એકવાર કેટલાક વિસ્તારોમાં માવઠુ થયુ હતું. ખાસ કરીને સાવરકુંડલા પંથકમાં બપોર સુધી ઉકળાટ બાદ મોડી સાંજે આકાશમાં ચડી આવેલા વાદળો વરસી પડયા હતાં. અહિં એક કલાક સુધી સતત ધીમીધારે વરસાદ પડયો હતો. જેને પગલે એકાદ ઇંચ પાણી પડી જતા શહેરના માર્ગોપર પાણી દોડવા લાગ્યા હતાં. સાવરકુંડલા ઉપરાંત આસપાસના ગામોમાં પણ આવો જ વરસાદ હોવાના વાવડ મળેલ છે. આવી જ રીતે લાઠી પંથકમાં પણ સાંજે અચાનક ઝાપટુ વરસ્યું હતું. જો કે બાદમાં તડકો નિકળ્યો હતો. આ ઉપરાંત લીલીયા અને દામનગરમાં પણ ઝાપટા પડયા હોવાના વાવડ મળેલ છે. અમરેલીમાં માત્ર છાટા પડયા હતાં. જો કે સાંજે ફરી વિજળીના કડાકા ભડાકા સાથે વાદળો છવાયા હતાં.
શહેર તાપમાન
સુરેન્દ્રનગર ૪૪.૭
રાજકોટ ૪૪.૧
ઇડર ૪૪.૪
અમરેલી ૪