• Gujarati News
  • લાંચ લેતાં ઝડપાયેલા ડેપ્યુટી કલેક્ટરને બે દિવસના રિમાન્ડ

લાંચ લેતાં ઝડપાયેલા ડેપ્યુટી કલેક્ટરને બે દિવસના રિમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અન્ય મિલકતો અંગે પણ તપાસ શરૂ કરી છે

જામનગરજિલ્લાના ધ્રોલના ડે.કલેક્ટરને ગુરુવારે એસીબીની ટુકડીએ રૂ.1.60 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યા હતા. પીઠડ ગામની જમીન બિનખેતી કરવાના પોઝિટિવ રિપોર્ટ આપવા માટે રૂ.1.60 લાખની લાંચ લેતા ઝડપાયેલા ડેપ્યુટી કલેક્ટરને કોર્ટ સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે તથા તેના અમદાવાદ, વડોદરા અને રાજકોટના મકાનો તેમજ મહુવામાં આવેલી 20 વીઘા જમીનના પણ સગડ પ્રાપ્ત થતાં તે દિશામાં તપાસ હાથ ધરાય છે.

ધ્રોલમાં રહેતા રજનીકાંતભાઇ ટંકારિયાના ગ્રૂપની પીઠડ ગામમાં જમીન આવેલી હોય, જમીન નોના એગ્રિકલ્ચર કરવાની હોય અને તેનો પોઝિટિવ રિપોર્ટ આપવા માટે રજનીકાંત પાસે ધ્રોલના ડેપ્યુટી કલેક્ટર દિનેશ એચ.હડિયાએ રૂ.1.60 લાખની માગણી કરી હતી. અંગે રજનીકાંતભાઇ દ્વારા જામનગરમાં આવેલી લાંચ રુશ્વત શાખામાં ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે એસીબીની ટુકડીએ ધ્રોલમાં ડે.કલેકટર દિનેશ એચ. હડિયાના ગવર્મેન્ટ કોલોનીમાં આવેલા ફ્લેટ નં.1 ખાતેની વસાહતમાં છટકું ગોઠવ્યું હતું અને લાંચની રકમ રૂ.1.60 લાખ સ્વીકારતા પકડી પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના મકાનની તલાશી લેવાતા રૂ.3 લાખની રોકડ મળી આવી હતી બાદમાં મોડી સાંજ સુધી હડિયાના તેના મકાનમાં કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન એસીબીને અધિકારીના રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં આવેલા મકાનોના દસ્તાવેજ પ્રાપ્ત થયા હતાં ઉપરાંત ભાવનગરના મહુવામાં 20 વીઘા જમીન હોવાનું પણ એસીબીને ધ્યાને આવ્યું છે. હાલ અધિકારીને એસીબી દ્વાર બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.