• Gujarati News
  • બૂરે દિન! ઝૂમાં ટિકિટ સહિતના દરમાં સીધો બમણો વધારો ઝીંકાયો

બૂરે દિન! ઝૂમાં ટિકિટ સહિતના દરમાં સીધો બમણો વધારો ઝીંકાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં ટિકિટ, ઇલેક્ટ્રિક કાર, ફોટોગ્રાફી સહિતના તમામ ચાર્જમાં વધારાનો ડામ આપતા શાસકો

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. રાજકોટ

રાજકોટમનપામાં વાહનોમાં બિનજરૂરી ધુમાડા, બેફામ વીજવપરાશ, ઊંચા ઓનથી કામની લહાણી કરવા સહિત પ્રજાના પરસેવાની કમાણીનો દુરુપયોગ થાય છે. તેમા કરકસર કરવાના બદલે પ્રજા પર બોજ નાખવાની નીતિમાં હવે પ્રદ્યુમ્નપાર્ક ઝૂ જેવા હરવા ફરવાના સ્થળે પ્રજાના ખિસ્સા ખંખેરવાની દાનત રખાઇ છે. ઝૂમાં ટિકિટના દર, ઇલેક્ટ્રિક કાર, સ્ટીલ અને વીડિયો ફોટોગ્રાફી સહિતના ચાર્જમાં સીધો બમણો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં શાસકોએ ભાવવધારાના ડામને મંજૂરી પણ આપી દીધી હતી.

બે બાજુ જળાશયો અને વચ્ચે ટેકરી પર 137 એકરમાં બનેલું પ્રદ્યુમ્નપાર્ક ઝૂના ડેવલોપિંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. ઝૂના ડેવલોપિંગ સામે અહીં કોઇ સવાલ નથી, સવાલ છે કે, મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ એવા તો અનેક બિનજરૂરી ખર્ચાઓ કરે છે. તેમાં કરકસર કરીને ઝૂના ડેવલોપિંગના ખર્ચને પહોંચી વળવાના બદલે શાસકોએ પ્રજાના ખિસ્સા પર વધુ એકવખત ભારણ નાખી દીધું છે. ટિકિટથી માંડી તમામ પ્રકારના દરમાં સીધો બમણો વધારો શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મંજૂર કરી દેવાયો છે.

હાલમાં 3 થી 12 વર્ષની વયના બાળકો માટે પ્રવેશ ફી રૂ.5 છે. તે વધારીને રૂ.10 કરવા તેમજ 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે હાલ જે રૂ.10 ટિકિટ દર છે તે વધારીને રૂ.20 કરી નાખવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલાઇ છે. ઉપરાંત સ્ટીલ કેમેરાની ફી રૂ.10 છે તે રૂ.20, વ્યવસાયિક વીડિયોગ્રાફી રૂ.2 હજારમાંથી રૂ.3500 તેમજ બેટરીકારમાં સફારી કરવાના દરમાં પણ સીધો બમણો વધારો કરવા સૂચવાયું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં ફી વધારાની દરખાસ્ત પર નિર્ણય કરવામાં આવશે.

તાજેતરમાં પ્રદ્યુમ્નપાર્કઝૂનું ઓડિટ કરવામાં આવ્યું હતું. પાછલા વર્ષ દરમિયાન 5.85 લાખ લોકો ઝૂમાં આવ્યા હતા. આગામી વર્ષમાં સંખ્યા વધતી રહેવાની છે. ટિકિટ સહિતના ચાર્જમાં થયેલો વધારો વર્ષે 6 લાખથી વધુ લોકોના ખિસ્સા હળવા કરશે. પાછલા વર્ષમાં ટિકિટ સહિતની આવકમાં રૂ.56 લાખની કમાણી મનપાએ કરેલી છે.

વર્ષે 6 લાખ સહેલાણીઓને થનારી અસર

} સેન્ટ્રલ ઝોનના રોડ ડિવાઇડર પર મૂકેલા કિયોસ્ક બોર્ડ પર જાહેરાતના હક્કથી રૂ.14.24 લાખની આવક થશે.

} જેવોર્ડમાં કચરાપેટી નાબૂદ કરવામાં આાવી નથી વિસ્તારમાંથી કચરાપેટી ઉપાડવા રૂ.42.42 લાખનો ખર્ચ મંજૂર

}વોર્ડ નં.13માં આલાપ રોયલ પાર્કથી જીવરાજપાર્ક પાસે ગોલ નેસ્ટ એપાર્ટમેન્ટ સુધી 300 મી.મી.ની પાઇપલાઇન નાખવા રૂ.6.94 લાખ મંજૂર

} વોર્ડનં.22માં સહકાર સોસાયટી, રામેશ્વર સોસાયટી, વિરાટનગર, બાબરિયા કોલોની, લાલબહાદુર સોસાયટી, ખોડિયારનગર, દામજી મેપા પ્લોટ, સુભાષનગર સહિતના સ્થળે ગેસલાઇન માટે કરાયેલા ખાડા પર રૂ.10.63 લાખના ખર્ચે રોડ રિપેરિંગ થશે.

}વોર્ડ નં.22માં નહેરુનગરમાં રૂ.15.27 લાખના ખર્ચે પે એન્ડ યૂઝ ટોઇલેટ બનશે.

} વોર્ડનં.20 અને 22માં ભૂગર્ભગટરની ફરિયાદના નિકાલ માટે રૂ.11.13 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટ અપાયો.

સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલા અન્ય કામ

}આ મુજબ રહેશે નવા દર

વિગતનિયત કરેલા દર

3 વર્ષથીનીચેના બાળક માટે નિ:શુલ્ક

3થી12 વર્ષની વયના માટે ~ 10

12વર્ષથીવધુ ઉંમરની વ્યક્તિ માટે ~ 20

શાળાનાપ્રવાસકાર્યક્રમમાં આવતા છાત્રો માટે ~ 5

સિનિયરસિટિઝનમાટે ~ 10

એમેચ્યોરસ્ટીલકેમેરા ~ 20

પ્રોફેશનલસ્ટીલકેમેરા ~ 100

પ્રોફેશનલવીડિયોકેમેરા ~ 2000

બેટરીસંચાલિત કાર માટે નવા દર

વિગતનિયત કરેલા નવા દર

3 થી12 વર્ષના બાળકો માટે પ્રતિ વ્યક્તિ ~ 10

12વર્ષથીવધુ વયની વ્યક્તિ માટે ~ 20

6સીટનીકાર(1 થી 6 વ્યક્તિ સુધી 1 કલાક માટે) ~ 350

3થી12 વર્ષના બાળકો માટે પ્રતિ વ્યક્તિના 1 કલાક માટે ~ 30

12વર્ષથીવધુ વયની વ્યક્તિના 1 કલાક માટે ~ 60