• Gujarati News
  • ભાણેજ વહુ પર દુષ્કર્મના કેસમાં ઉદ્યોગપતિનો નિર્દોષ છુટકારો

ભાણેજ વહુ પર દુષ્કર્મના કેસમાં ઉદ્યોગપતિનો નિર્દોષ છુટકારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણેજ વહુ પર દુષ્કર્મના કેસમાં ઉદ્યોગપતિનો નિર્દોષ છુટકારો

રાજકોટ |150 ફૂટ રિંગ રોડ નજીક રહેતી યુવતીએ ઉદ્યોગપતિ મામાજી સસરાએ દુષ્કર્મ આચરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો હતો. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નાથા સગપરિયા તેના પિતાના મિત્ર હોય નાથા સગપરિયા સાથે તેનો પરિચય થયો હતો. કાર શીખવાડવાના બહાને નાથા સગપરિયા લઇ જઇ દુષ્કર્મ આચરતો હતો. બાદમાં તરુણીની ઉંમર પુખ્ત થતા નાથાએ ભાણેજ સાથે યુવતીના લગ્ન કરાવી દીધા હતા. લગ્ન બાદ પણ નાથાએ યૌનશોષણ કર્યું હતું. અંતે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.