• Gujarati News
  • વેપારીનાં મોત માટે જવાબદાર ત્રણેય વ્યાજખોરો જેલહવાલે

વેપારીનાં મોત માટે જવાબદાર ત્રણેય વ્યાજખોરો જેલહવાલે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવરાજપાર્કમાંરહેતા અને કૃષ્ણનગરમાં ઇલેક્ટ્રિકસ વસ્તુનો વેપાર કરતા હેતલ રોકડ નામના વેપારીએ બુધવારે રાત્રે માધવપાર્કમાં આવેલા પોતાના જૂના મકાને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાને ત્રણ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનું ખૂલતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી શુક્રવારે જેલહવાલે કર્યા હતા.

હેતલ પ્રવીણભાઇ રોકડે બુધવારે રાત્રે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે કબજે કરેલી સુસાઇડ નોટમાં હેતલ રોકડે લખ્યું હતું કે, તેના ભાઇએ ધંધામાં ખોટ જતાં મોહસીન નજીરઅલી વ્હોરા, પીયૂષ ભાણજી રોકડ અને હરૂભા ગોવિંદસિંહ ચૌહાણ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. મોહસીન વ્હોરાએ માધવપાર્કમાં આવેલું રૂા.50 લાખનું મકાન પણ લખાવી લીધું હતું અને આમ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે પગલું ભર્યું હતું. પોલીસે ત્રણેય વ્યાજખોરોની ધરપકડ કરી હતી. પોલીસે મોહસીન પાસેથી મકાનના દસ્તાવેજ અને સાટાખત સહિતનું સાહિત્ય કબજે કર્યું હતું. વ્યાજખોરોએ ગુરુવાર રાત લોકઅપમાં વિતાવ્યા બાદ શુક્રવારે ત્રણેયને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણેયને જેલહવાલે કર્યા હતા.