• Gujarati News
  • 83 હજાર ગ્રાહકો હજુ પણ મોબાઇલ કનેક્શનથી વંચિત

83 હજાર ગ્રાહકો હજુ પણ મોબાઇલ કનેક્શનથી વંચિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માત્ર 19466 ગ્રાહકોએ સીમકાર્ડ લેતાં ટાર્ગેટ પૂરા કરવા અધિકારીઓ ઊંધામાથે

એડમિનિસ્ટ્રેશનરિપોર્ટર. રાજકોટ

ટેલિકોમકંપનીઓની ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા બીએસએનએલ દ્વારા ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી ત્રણ વર્ષ પહેલા ‘પ્યારી જોડી યોજના અમલમાં મૂકી હતી. યોજનાને જોઇએ તેવો પ્રતિસાદ મળતા બીએસએનએલના અધિકારીઓ ટાર્ગેટ એચિવ કરવા ઊંધામાથે થયા છે.

પ્યારી જોડી યોજના અમલમાં મૂક્યા બાદ પણ બીએસએનએલમાં અત્યાર સુધીમાં 19,466 ગ્રાહકોએ યોજનાનો લાભ લીધો છે. યોજનામાં બીએસએનએલ દ્વારા લેન્ડલાઇન કનેક્શન દીઠ મોબાઇલ સીમકાર્ડ ફ્રી આપવામાં આવતું હોવા છતાં હજુ સુધી 83,427 જેટલા ગ્રાહકોએ સીમકાર્ડ લીધા હોવાની વિગતો પ્રકાશમાં આ‌વી છે. બીએસએનએલ દ્વારા ચાલુ વર્ષે 10 ટકાનો ટાર્ગેટ પૂરો કરવા અધિકારીઓને લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જો કે લક્ષ્યાંક સિધ્ધ થશે કે નહીં તેવો સવાલ પણ ઉઠ્યો છે.

300 ટેલિફોન

તાત્કાલિક ચાલુ કરાયા

લોહાનગરટેલિફોનએક્સચેન્જ હેઠળ આવતા બીએસએનએલના 300 જેટલા ટેલિફોન મૂંગા થઇ ગયા હતા. જે એક સપ્તાહ બાદ પણ ચાલુ થતાં કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લાના ટેલિકોમ મેનેજર વર્માને ઘેરાવની ચીમકી અપાતા અને માજી સાંસદ કુંવરજીભાઇ બાવળિયા પ્રશ્ને મેદાનમાં આવતા બીએસએનએલ દ્વારા ગણતરીના કલાકોમાં બંધ ટેલિફોન ચાલુ કરી દેવામાં આવ્યા હતા તેમ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી સરોજબેન વાઘેલાની યાદીમાં જણાવાયું છે.