• Gujarati News
  • વિદેશમાં ફૂટબોલ રમવાના નામે ઠગાઈ કરનાર ઝડપાયો

વિદેશમાં ફૂટબોલ રમવાના નામે ઠગાઈ કરનાર ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસએનકે સ્કૂલના 17 િવદ્યાર્થીઓને િવશ્વાસમાં લઈ ~ 2.64 લાખ ખંખેરી લીધા’તા

ક્રાઇમરિપોર્ટર. રાજકોટ

એસએનકેસ્કૂલના વિદ્યાર્થીઓને ફૂટબોલની ટ્રેનિંગ માટે વિદેશ મોકલવાના બહાને રૂ.2.64 લાખની છેતરપિંડીના પ્રકરણમાં પોલીસે દિલ્હીના શખ્સની ધરપકડ કરી હતી.

એસએનકે સ્કૂલના શિક્ષક કલ્પેશભાઇ રાઠોડે છેતરપિંડી અંગે અગાઉ દિલ્હીના દીપકકુમાર યશપાલગીરી અને તેના સાઢુભાઇ સુકોન્તોદાસ ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રકરણમાં દિલ્હીનો દીપકકુમાર ગુરુવારે સામેથી રજૂ થતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. આરોપી દીપકકુમારે કેફિયત આપી હતી કે, સુકોન્તોદાસે એસએનકે સ્કૂલના 114 વિદ્યાર્થીઓનું સિલેક્શન રાખી તેમાંથી 58 વિદ્યાર્થીની પસંદગી કરી હતી. સિલેક્શનમાં ભાગ લેનાર 114 વિદ્યાર્થીઓ પાસેથી સિલેક્શન ફી રૂ.350 સહિત એક વિદ્યાર્થી દીઠ 6 હજાર ઉઘરાવવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓના મળી કુલ રૂ.2.64 લાખ થયા હતા જે દીપકકુમારની કંપનીમાં જમા કરાયા હતા. ચંદીગઢ ખાતેની તાલીમ બાદ 17 વિદ્યાર્થીઓનું વિદેશમાં ફૂટબોલ ટ્રેનિંગ માટે સિલેક્શન થયું હતું. જેમાંથી 16ના પાસપોર્ટ પણ તૈયાર કરાયા હતા અને વિઝા માટે મુંબઇની ઇમ્પિરિયલ સ્પોર્ટ્સ એકેડેમીને આપ્યા હતા, પરંતુ સ્પોન્સર નહીં મળતા અને સુકોન્તોદાસ આર્થિક ખેંચમાં આવી જતા વિદ્યાર્થીઓને વિદેશ મોકલી શકાયા નહોતા.