• Gujarati News
  • બે દિવસમાં સિંગતેલમાં 25, કપાસિયામાં 15નો ઘટાડો

બે દિવસમાં સિંગતેલમાં 25, કપાસિયામાં 15નો ઘટાડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખરીદીનાઅભાવે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલમાં રૂ.25 અને કપાસિયા તેલમાં રૂ.15નો ઘટાડો થયો છે. હજુ ભાવમાં ઘટાડો થવાની સંભાવના વેપારીઓએ દર્શાવી છે. રાજકોટ સ્થાનિક બજારમાં ગુરુવારે સિંગતેલમાં ડબ્બે રૂ.15નો ઘટાડો થયા બાદ શુક્રવારે રૂ.10નો ઘટાડો થતા ટેક્સપેઇડ નવા ટીન 15 કિલોના ભાવ 1710 - 1715 થયા હતા. સિંગતેલ એક કિલોમાં રૂ.2 ઘટી ભાવ 112 થયા છે, જ્યારે કપાસિયા તેલમાં વધુ રૂ.5નો ઘટાડો થતા કપાસિયા ટીન 950 - 970 અને કપાસિયા 15 લિટર 875 - 880 થયા છે.

વનસ્પતિ તેલમાં રૂ.30નો ઘટાડો થતા ભાવ 770 - 930, પામોલિન તેલમાં પણ રૂ. 30 ઘટતા ભાવ 815 - 820 થયા હતા. એરંડા બજારમાં ખરીદી પાછળ સુધારા તરફી ઝોક રહ્યો હતો. રાજકોટ જૂન એરંડા વાયદો રૂ.61 વધી 3800ની સપાટી વટાવી 3810 બંધ આવ્યો હતો, જ્યારે હાજરના ભાવ રૂ.13 સુધરી 3525 રહ્યા હતા. ગુજરાતમાં 75 હજાર ગુણીની આવકે એરંડાના ભાવ 695 - 700 અને સૌરાષ્ટ્રમાં 5400 ગુણી આવકે ભાવ 685 - 695 થયા હતા. દિવેલ રૂ. 8 સુધરી ભાવ 720 થયા હતા.