• Gujarati News
  • આરોગ્ય તંત્રની બેદરકારીથી ઓરીએ બાળકનો ભોગ લીધો

આરોગ્ય તંત્રની બેદરકારીથી ઓરીએ બાળકનો ભોગ લીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ઓરીના રોગચાળાએ માથું ઊચકતા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ઊઘતું ઝડપાઇ ગયું હતું. નારાયણનગરમાં રહેતા પાંચ વર્ષના બાળકનું ઓરીની બીમારીએ ગુરુવારે ભોગ લેતાં ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર વી.પી. પંડયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૧૯ના ઢેબર કોલોની અને નારાયણનગર વિસ્તાર વરચે આવેલી ઝૂંપડપટ્ટીમાં ઓરીના રોગચાળો વકર્યોછે. આ વિસ્તારમાંી ઓરીના છ નવા કેસ મળી આવ્યા હતા. જે પૈકીના એક બાળ દર્દી સારવાર માટે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેનું સારવારમાં મોત નીપજયું છે.
બાળકનું ઓરીના કારણે મોત થયાની ઘટના બાદ આરોગ્ય તંત્રે ગુરુવારે સવારથી જ સમગ્ર વિસ્તારમાં તકેદારીના પગલાં લીધા હતા અને સઘન સર્વે કરી બાળકોને ઓરીની રસી મૂકવાની ઝુંબેશ હાથ ધરી છે.
કર્મચારીને નોટિસ બાદ રોગચાળો વકર્યો
ઓરીના રોગચાળાને વકરતા બેદરકારી દાખવનાર ત્રણ મેડિકલ ઓફિસર સહિત ૨૭ કર્મચારીઓને બુધવારે શો-કોઝ નોટિસ ફટકાર્યા બાદ ગુરુવારે ઓરીના કારણે માસૂમનું મોત નીપજયું હતું.
ગોંડલના એક જ પરિવારના છ કેસ
રાજકોટ શહેરના લોહાનગર વિસ્તારમાંથી ગત અઠવાડિએ ઓરીના નવ કેસ મળ્યા બાદ એક અઠવાડિયાથી તમામ સ્લમ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી ચાલુ હતી. જે દરમિયાનમાં નારાયણનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી મળી આવેલા ઓરીના છ નવા કેસ એક જ કુટુંબના હતા. આ પરિવાર તાજેતરમાં ગોંડલથી રાજકોટ આવ્યો છે જેમાંથી એક બાળકનું મોત નીપજયું છે. - વી. પી. પંડયા, આરોગ્ય અધિકારી
૪૨ બાળકોને રસીકરણ
ઓરીના કારણે બાળકના મૃત્યુની ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ સ્લમ વિસ્તારના ૩૦૫ ઘરોનો સર્વે કરી ૪૨ બાળકોને બી.સી.જી., ઓરી. ડી.પી.ટી., પેન્ટાવેલેન્ટ પોલિઓની રસી મૂકવાની કામગીરી શરૂ કરી દીધી છે અને વાલીઓમાં રસી બાબતે જાગૃતિ આવે તે માટે ઘરે ઘરે સંપર્ક કરાશે અને ૧૫ દિવસ સુધી રસીકરણ ચાલુ રખાશે.