• Gujarati News
  • આત્મીયના શરતભંગ કેસમાં હાઇકોર્ટમાં સ્પે. એલપીએ કરાશે

આત્મીયના શરતભંગ કેસમાં હાઇકોર્ટમાં સ્પે. એલપીએ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આત્મીય કોલેજના જમીનના શરતભંગ પ્રકરણમાં રાજયની વડી અદાલતે રાજકોટની સર્વોદય કેળવણી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ આ પ્રકરણમાં હાઇકોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવાનો નિર્ણય કરાયો છે અને તે અંગેની જવાબદારી પ્રાંત અધિકારી પી.એમ. ડોબરિયાને સોંપવામાં આવી છે.
રાજકોટના નાનામવા સર્વે નં. ૧૨૩ વાળી ૧૩ એકર ૨૫ ગૂંઠા સરકારી જમીન રાજય સરકારે શૈ ાણિક હેતુ માટે સર્વોદય કેળવણી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટને ફાળવી હતી. ટ્રસ્ટના સંચાલકોએ કોઇપણ જાતની પૂર્વ મંજૂરી વગર સરકારી માલિકીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઇ લીધાનું ખૂલતા ટ્રસ્ટના સંચાલકો સામે શરતભંગનો કેસ કરવામાં આવ્યો હતો.
શરતભંગ કેસમાં રાજકોટના પ્રાંત અધિકારીએ જમીન ખાલસા કરવાનો હુકમ કરતા ટ્રસ્ટના સંચાલકોએ કલેકટર સમ ા અપીલ કરી હતી. પરંતુ, અપીલમાં પણ તેનો કેસ નીકળી જતાં આ સમગ્ર પ્રકરણ રાજયના જમીન મહેસૂલ સચિવ (અપીલ) સમ ા પહોંરયું હતું. જો કે, ત્યા પણ નીચેની બન્ને ઓથોરિટીના ચુકાદા માન્ય રખાતા ટ્રસ્ટના સંચાલકોએ હાઇકોર્ટમાં કેસ કર્યોહતો અને ગુજરાત હાઇકોર્ટે તા.૧૬/૮/૨૦૧૩ના રોજ ટ્રસ્ટના તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં સ્પે. લીવ પિટિશન કરવાની વિધિવત દરખાસ્ત રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર તફરથી રાજયના મહેસૂલ વિભાગને કરવામાં આવી હતી. જે લોકસભાની ચૂંટણીના કારણે વિલંબમાં પડયા બાદ રાજય સરકારે સુપ્રીમ કોર્ટમાં રિટ કરવાની મંજૂરી આપતા હવે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્રારા સુપ્રીમ કોર્ટમાં રિટ કરાશે તેમ જણવા મળે છે.