• Gujarati News
  • ૧૯ સાયન્સ કોલેજોમાં ૨ જૂનથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

૧૯ સાયન્સ કોલેજોમાં ૨ જૂનથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્પલાઇન શરૂ વિધાર્થીઓ માટે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. જેનો નંબર ૮૦૦૦૦ ૩૯૩૯૦ છે. આ ઉપરાંત હેલ્પસેન્ટર પણ દરેક કોલેજો પર શરૂ કરવામાં આવશે. જયાંથી વિધાર્થીઓને તમામ વિગતો મળી રહેશે.
SMS કરાશે વિધાર્થીએ ઓનલાઇન પ્રવેશફોર્મ ભર્યા બાદ મેરિટમાં તેનું નામ કયાં છે, ફોર્મ ભરાઇ ગયું કે કેમ, ચોઇસ ફિલિંગ કોલેજની પસંદગી સહિતની તમામ વિગતો વિધાર્થીઓને એસએમએસ દ્વારા અપાશે.
યુનિ.નો સોફટવેર બીએસસીમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાનો જ નવો સોફટવેર તૈયાર કર્યોછે. જેનાથી વિધાર્થીઓને દરેક બાબતોની જાણકારી મળતી રહેશે.
સૌરાષ્ટ્રની ૧૯ સાયન્સ કોલેજોમાં રાજય સરકારના ઉરચ શિ ાણ વિભાગની નવી ગાઇડલાઇન મુજબ આાામી ૨ જૂનથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેમ કુલપતિ ડો. મહેન્દ્ર પાડલિયા અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. ગિરિશ ભીમાણીએ જણાવ્યું હતું. ૨ જૂને પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા બાદ ૨૬ જૂનના રોજ પ્રવેશ રાઉન્ડની યાદી જાહેર કરવામાં આવશે ત્યારબાદ ૩૦મી જૂન સુધીમાં વિધાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવીને ફી ભરી દેવાની રહેશે.
અત્યાર સુધી રાજકોટની ૧૦ સહિત સૌરાષ્ટ્રની ૧૯ સાયન્સ કોલેજોમાં વહેલા તે પહેલાના ધોરણે અને વહાલા દવલાની નીતિ મુજબ પ્રવેશ આપવામાં આવતો હતો. આથી ઘણા હોંશિયાર વિધાર્થીઓને અન્યાય થતો હતો. આ વર્ષે ધો.૧૨ સાયન્સનું પરિણામ ૯૪ ટકાથી વધુ આવ્યું છે ત્યારે બીએસસીમાં જવા માગતો એકપણ વિધાર્થી પરેશાન ન થાય અને તેને પસંદગીની કોલેજમાં એડમિશન મળી રહે તે માટે રાજયના ઉરચ શિ ાણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવી ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપવા સૂચના આપી હતી.
નવી ગાઇડલાઇન અંગેની માહિતી ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળી હતી. જેમાં પ્રવેશની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે તેવું જણાવાયું હતું તેમજ મેરિટ મુજબ જ વિધાર્થીઓને સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વનિર્ભર કોલેજમાં એડમિશન મળી શકશે. જેથી કરીને કોઇ વિધાર્થીને અન્યાય ન થાય.
સાયન્સ કોલેજોમાં ૨ જૂનથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે જે ૧૬મી જૂન સુધી ચાલશે. ત્યારબાદ ૧૭ જૂનથી ૨૨ જૂન સુધી વિધાર્થીઓએ કોલેજની પસંદગી કરવાની રહેશે. ૧૯ જૂને કામચલાઉ મેરિટ યાદી બહાર પડશે. ૨૩/૬ના રોજ મોકરાઉન્ડનું (પ્રેકિટસ રાઉન્ડ)નું પરિણામ જાહેર કરાશે. ૨૩/૬ થી ૨૫/૬ સુધી વિધાર્થીઓ કોલેજ પસંદગીમાં ફેરફાર કરી શકશે. આ દિવસે જ ફાઇનલ મેર