• Gujarati News
  • વિશ્વ વિજ્ઞાન મેળામાં રાજકોટની બે વિધાર્થિની છવાઇ

વિશ્વ વિજ્ઞાન મેળામાં રાજકોટની બે વિધાર્થિની છવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની ધોળકિયા સ્કૂલની ધો.૯ની અંગ્રેજી માઘ્યમની બે વિધાર્થિનીઓ કૈરવી દીપકભાઇ રાછડિયા અને માનસી નિલેષભાઇ દલસાણિયાએ અમેરિકામાં યોજાયેલા વિશ્વ વિજ્ઞાન મેળામાં ડંકો વગાડી દીધો હતો. આ બન્ને વિધાર્થિનીઓએ માંથી પ્રેરણા લઇને પ્લાસ્ટિકના કચરામાંથી બનાવેલા ઇંટના પ્રોજેકટને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું. ભારત સહિત વિશ્વભરમાંથી ૮૬ દેશના વિધાર્થીઓએ કુલ ૩૮૫ પ્રોજેકટ રજૂ કર્યા હતા. જેમાંથી રાજકોટની વિધાર્થિનીઓના પ્રોજેકટને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૪૦૦ ડોલરનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ બન્ને વિધાર્થિનીઓનો દાવો છે કે પોતે બનાવેલી ઇંટ મકાનના બીમ તરીકે અને રસ્તા પરના પેવર બ્લોક તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે.
બન્ને વિધાર્થિનીએ નાસાની પણ મુલાકાત લીધી હતી.
ધોળકિયા સ્કૂલની બન્ને વિધાર્થિનીઓ કૈરવી અને માનસી સિલ્વર મેડલ સાથે.
રાજકોટનો વિધાર્થી હવે નેધરલેન્ડમાં ડંકો વગાડશે
ધોળકિયા સ્કૂલની બે વિધાર્થિનીઓના પ્રોજેકટને અમેરિકામાં યોજાયેલા વિશ્વ વિજ્ઞાન મેળામાં બીજું સ્થાન મળ્યું છે. આ સ્કૂલના વિધાર્થી આયૂષ પનારાની પણ INESPO-2014 માં પસંદગી થઇ છે. આયૂષ રાજકોટથી વિજ્ઞાનમેળામાં ભાગ લેવા નેધરલેન્ડ જવા શુક્રવારે રવાના થયો હતો. આયૂષે માઇક્રોવેધર ફોરકાસ્ટિંગ પર પ્રોજેકટ તૈયાર કર્યોછે. નેધરલેન્ડમાં આયૂષ નામ રોશન કરે તેવી શુભેરછા.
: ડો. સિનોર ટરીમ
પ્લાસ્ટિકના કચરામાંથી અતિ મજબૂત ઇંટ બનાવવાના પ્રોજેકટને વિશ્વ વિજ્ઞાન મેળામાં બીજા નંબર મળતા અમેરિકાની હાર્મની પબ્લિક સ્કૂલના સીઇઓ ડો. સિનોર ટરીમ આશ્ચર્યચકિત થઇ ઉઠયા હતા અને તેઓએ કૈરવી અને માનસીને શાબાસી આપી કહીને બન્નેને બિરદાવી હતી. ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી કષ્ણકાંતભાઇ અને જીતુભાઇ સહિતના સ્ટાફે બન્ને વિધાર્થિનીને શુભેરછા પાઠવી હતી.