• Gujarati News
  • હત્યા પાછળ કરોડોની જમીનનો વિવાદ કારણભૂત હોવાનું પોલીસનું અનુમાન,

હત્યા પાછળ કરોડોની જમીનનો વિવાદ કારણભૂત હોવાનું પોલીસનું અનુમાન,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હત્યા પાછળ કરોડોની જમીનનો વિવાદ કારણભૂત હોવાનું પોલીસનું અનુમાન,
પાંચ થી છ શખ્સો ભરબપોરે જાહેરમાં છરીના ઘા ઝીંકી ગણતરીની મિનિટોમાં ઉધોગપતિને મોતને ઘાટ ઉતારી પલાયન થઇ ગયા
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર શાપરમાં શુક્રવારે બપોરે જાહેરમાં અજાણ્યા છ શખ્સોએ ઉધોગપતિને છરીના ૨૦ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ હતી. રાજકોટ રહેતા ઉધોગપતિની હત્યા પાછળ કરોડોની જમીનનો વિવાદ કારણભૂત હોવાની શંકા પરથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોહતો.
રાજકોટના લ મીનગર વિસ્તારના રાધાનગરમાં રહેતા અને શાપરમાં આર.એન.ટેકનોકાસ્ટ અને શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ નામે બે ફેકટરી ધરાવતા ધીરૂભાઇ પરષોત્તમભાઇ વોરા (ઉ.વ.૫૨) શુક્રવારે બપોરે ૧૧.૪૫ વાગ્યે શાપરમાં આવેલી તેમના ભત્રીજાની દુકાનેથી પોતાની શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝે જવા કવાલિસ કારમાં નીકળ્યા હતા અને ફેકટરી નજીક પહોંરયા હતા ત્યારે બાઇકમાં ધસી આવેલા છ શખ્સોએ કારને અટકાવી હતી. કાર ઊભી રહેતાં જ છએય શખ્સો ત્યાં ધસી ગયા હતા અને ધીરૂભાઇને કારમાંથી બહાર ખેંચી કાઢી આડેધડ છરીના ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. ઝનૂની બનેલા હુમલાખોરોએ માથું, છાતી, પેટ અને પડખામાં છરીના ૨૦ ઘા ઝીંકી દીધા હતા. છરીના ઉપરાછાપરી ઘા ઝીંકાતા ધીરૂભાઇ લોહિયાળ હાલતમાં ઢળી પડયા હતા. અને સ્થળ પર જ તેમણે દમ તોડી દીધો હતો. ઉધોગપતિની સરાજાહેર હત્યા કરી હત્યારાઓ નાસી છૂટયા હતા.
સરાજાહેર હત્યાનો બનાવ બનતા જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાધેલા સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતકના પુત્ર મોન્ટુ ધીરૂભાઇ વોરાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યોહતો. બે ફેકટરી ધરાવતા ધીરૂભાઇ જમીનના કારોબારમાં પણ મોટું નામ ધરાવતા હતા. વડોદરાની કરોડોની જમીનના મુદ્દે કેટલાક શખ્સો સાથે માથાકૂટ ચાલતી હતી અને તે વિવાદમાં જ ઉધોગપતિનું કાસળ કાઢી નખાયાની શંકા પરથી પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી હતી.
ઉધોગપતિની હત્યાના બનાવ બાદ શાપર-વેરાવળના વેપારીઓએ શોકમય બંધ પાળ્યો
ધીરૂભાઇની હત્યા થયાની વાત વાયુવેગે ફેલાઇ જતાં શાપર વેરાવળના ઉધોગપતિઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. નર્મિમ હત્યા કરી કાયદો વ્યવસ્થાના ચીંથરા ઉડાવનાર હત્યારાઓની તાકીદે ધરપકડ કરવાની માગ સાથે તમામ કારખાનાઓ બંધ કરી દેવાયા હતા અને તમામે શોકમય બંધ પાળી ઘટનાને વખોડી કાઢી હતી.
ધીરૂભાઇએ પાનની