કયાં કેટલું તાપમાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ગરમી ઘટી, તાપમાન ૪૨.૮ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને ટાઢક થાય તેવા અહેવાલ છે. મહત્તમ તાપમાનનો પારો હવે સતત ગગડતો રહેશે. છેલ્લા ચાર દિવસથી હાહાકાર મચાવી રહેલા સૂર્યનારાયણ હવે થોડા ઠંડા પડયા છે. શુક્રવારે રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી નોંધાયું હતું. ૪૩.૬ ડિગ્રી સાથે ભાવનગર રાજયનું સૌથી ગરમ શહેર રાું હતું. બીજાક્રમે ૪૩.૨ ડિગ્રી સાથે અમદાવાદ રાું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગરમીનો એક રાઉન્ડ હજુ આવે પરંતુ શકયતાઓ નહીંવત છે.
૪૪.૮ ડિગ્રીમાં રાજકોટને શેકયા બાદ મહત્તમ તાપમાન ક્રમશ: ઘટી રાું છે. શુક્રવારે તાપમાનનો પારો ૪૩ ડિગ્રીથી નીચે ઊતરી ગયો હતો. જો કે સૌરાષ્ટ્ર-ગુજરાતના દરિયા કિનારાના શહેરોને બાદ કરતા તમામ સ્થળે મહત્તમ તાપમાન હજુ પણ ૪૦ ડિગ્રીથી ઉપર રાું છે. જો કે આગામી ૪૮ કલાક બાદ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી નીચે ચાલ્યો જાય તેવી આગાહી કરવામાં આવી છે.
શહેર તાપમાન
રાજકોટ ૪૨.૮
અમરેલી ૪૨.૦
ભાવનગર ૪૩.૬
દ્વારકા ૩૧.૬
ઓખા ૩૩.૩
પોરબંદર ૩૪.૨
વેરાવળ ૩૩.૭
સુરેન્દ્રનગર ૪૨.૭
ભુજ ૩૮.૫
અમદાવાદ ૪૩.૨
ગાંધીનગર ૪૩.૦
વડોદરા ૪૧.૪
સુરત ૩૩.૯