• Gujarati News
  • આજથી બે દિવસ ખગોળ વૈજ્ઞાનિકની મીટ

આજથી બે દિવસ ખગોળ વૈજ્ઞાનિકની મીટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી બે દિવસ ખગોળ વૈજ્ઞાનિકની મીટ
રાજકોટ શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, રેસકોર્સ ખાતે ૩૧ અને ૧ જૂનના બે દિવસીય ગુજરાતભરના ખગોળ રસિકો માટે ઓલ ગુજરાત એમેરયોર એસ્ટ્રોનોમર્સ મીટ યોજાશે. કાર્યક્રમમાં જાણીતા સંશોધક સંસ્થા ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી અમદાવાદના વૈજ્ઞાનિક ડો. અશોક, ડો.રાજમલ જૈન, ડો.પાર્થ કોણાર, નેહરૂ પ્લેનેટોરીયમ મુંબઇના ડાયરેકટર અરવિંદ પરાંજપે તથા ડો. વિશાલ જોષી, ડો.જે.જે.રાવલ વગેરે ઉપસ્થિત રહેશે અને ખગોળ વિજ્ઞાનને લગતી માહિતી આપશે. આ સાથે રાત્રે આકાશદર્શન, વિવિધ વર્કશોપ, ખગોળ રસિકોના અનુભવોના આદાન પ્રદાન વિશે જ્ઞાનસત્ર યોજાશે.
વીરસાવરકરજીની ૧૩૧મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ર ાાબેન બોળિયા, ડે.મેયર વિનુભાઇ ધવા, સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ઝાલા, બાબુભાઇ ઉધરેજા, દંડક જે.ડી.ડાંગર, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પાંભર સહિતના અધિકારીઓએ વીરસાવરકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વીર સાવરકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ
ન્યૂઝ ઈન બોકસ