• Gujarati News
  • શાપરમાં સતત બીજા દિવસે ડિમોલિશન

શાપરમાં સતત બીજા દિવસે ડિમોલિશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાપરમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવા જિલ્લા કલેકટર તંત્રે આદરેલી ઝુંબેશ શુક્રવારે પણ ચાલુ રાખવામાં આવી હતી અને વધુ બે ફેકટરી, આઠ મકાનો અને પાંચ દુકાનો તથા કેબિનો તોડી પાડવામાં આવી હતી.
મામલતદાર પી.એમ.મકવાણાએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે યુનિફોર્જ ફેકટરીએ ૮૦૦ મીટરની સરકારી જમીનમાં વાળેલો વંડો તોડી પાડવામાં આવ્યો હતો. તેમજ સાવલિયા કોટન જીનિંગ મિલ સામે ૮૦૦ મીટર સરકારી જમીનમાં ભરવાડો અને રબારીઓએ આઠ મકાનો ઊભા કરી લીધા હતા. જેની પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત શીતળા માતાના મંદિર વાળા રસ્તે ખૂણામાં ૪૦૦ મીટરની સરકારી જમીનમાં ખડકાયેલી પાંચ દુકાનો જમીનદોસ્ત કરી દેવાઇ છે. તેમજ કેબિનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. બે દિવસમાં ૧૨૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. જેની બજાર કિંમત રૂપિયા ૧૨ કરોડ આસપાસ થાય છે.