• Gujarati News
  • મૈત્રીકરારથી રહેતી યુવતીને પતિએ ગુપ્તીનો ઘા ઝીંકી દીધો

મૈત્રીકરારથી રહેતી યુવતીને પતિએ ગુપ્તીનો ઘા ઝીંકી દીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠારિયા રોડ પરની આશાપુરા સોસાયટીમાં પરિણીત શખ્સ સાથે મૈત્રીકરારથી રહેતી યુવતીએ પ્રથમ પત્નીને સાથે રાખવાનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાને ગુપ્તીનો ઘા ઝીંકી દેતાં ઘવાયેલી યુવતીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
આશાપુરા સોસાયટીમાં રહેતી લતાબેન હર્ષદભાઇ ભાયાણી (ઉ.વ.૩૨) ગુરુવારે રાત્રિના લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ થઇ હતી. પડી જવાથી ઇજા થયાનું એક તબક્કે કહેનાર લતાબેને બાદમાં હર્ષદ ભાયાણીએ ગુપ્તીનો ઘા ઝીંકયાનું કાું હતું. બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સમ ા લતાબેને જણાવ્યું હતું કે, પોતે સુરતની વતની છે. પ્રથમ લગ્ન થયા બાદ પતિ સાથે છૂટાછેડા થઇ જતાં એકલી રહેતી હતી. દરમિયાન પરિણીત હર્ષદ ભાયાણી સાથે પરિચય થયા બાદ બંને એકબીજાના પ્રેમમાં પડયા હતા અને મૈત્રીકરાર કરી લીધા હતા. તે વખતે હર્ષદ પોતાની પત્ની હેમા અને લતા બંનેને સાથે જ રાખતો હતો પરંતુ, કેટલાક દિવસથી લતા અને હર્ષદ રાજકોટ રહેવા આવી ગયા હતા. હર્ષદે પત્ની હેમાને રાજકોટ લઇ આવવાનું કહેતા લતાએ તેનો વિરોધ કરતાં ઉશ્કેરાયેલા હર્ષદે ગુપ્તીનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે લતાની ફરિયાદ પરથી ગુનો નોંધી હર્ષદ ભાયાણીની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હતી.