• Gujarati News
  • સિંગતેલના ડબ્બે વધુ ૧૦ ઘટયા, અન્ય તેલો સ્થિર

સિંગતેલના ડબ્બે વધુ ૧૦ ઘટયા, અન્ય તેલો સ્થિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈશ્વિક બુલિયન માર્કેટમાં પીછેહઠના પગલાં ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓમાં ઘરાકીના અભાવે સુસ્ત હવામાન જોવા મળ્યું હતું. અમદાવાદ ખાતે સોનું ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૪૦૦ની સપાટીએ સ્થિર રાું હતું. જયારે ચાંદી કીલોદીઠ રૂ. ૪૦૦ સુધરી રૂ. ૪૦૫૦૦ રહી હતી. દેશાવરોમાં મુંબઇ ખાતે સોનું રૂ. ૫ નોમિનલ સુધરી રૂ. ૨૭૧૩૦, ચાંદી ૫૪૫ સુધરી રૂ. ૪૧૦૬૫ની સપાટીએ રાા હતા. રાજકોટ ખાતે સોનું રૂ. ૨૭૫૦૦ અને ચાંદી રૂ. ૪૦૦૦૦ના મથાળે સુસ્ત રાા હતા. દિલ્હી ખાતે સોનું રૂ. ૨૭૫૦૦ અને ચાંદી રૂ. ૪૦૮૫૦નો ભાવ મૂકાતો હતો. ડોલર સામે સતત મજબૂત થઇ રહેલા રૂપિયા ઉપરાંત આરબીઆઇએ આયાત નિયંત્રણમાં આપેલી છૂટછાટોના કારણે સોનાની દાણચોરી તેમજ ઇન્ટરનેશનલ ભાવની સરખામણીમાં પ્રિમિયમ પણ ઘટી ૪૦-૫૦ ડોલર વરચે થઇ ગયું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ મોડી સાંજે સોનું ઔંશદીઠ ૧૨૫૨.૬૦ ડોલર અને ચાંદી ૧૯.૯૩ ડોલર આસપાસના ઘટયા મથાળે રાા હતા.
સ્થાનિક તેલ બજારમાં શુક્રવારે ખાધતેલમાં ટકેલા વલણ વરચે સિંગતેલના ડબ્બે વધુ રૂા. ૧૦નો ઘટાડો થયો હતો. સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં ૧૨-૧૫ ટેન્કર અને કપાસિયા તેલમાં ૩૫-૪૦ ટેન્કરના કામકાજ હતા. જયારે સિંગતેલ લુઝ રૂા.૬૭૫-૬૮૦, તેલિયા રૂા.૧૦૬૦-૧૦૬૧, નવા ટીન ૧૫ કિલો રૂા. ૧૦ ઘટીને રૂા. ૧૨૪૦-૧૨૪૫ અને અમદાવાદ લેબલ ટીન રૂા. ૧૨૭૦-૧૨૮૦ હતું. કપાસિયા વોશ રૂા. ૫૯૫-૫૯૮, કપાસિયા ટીન રૂા. ૧૦૬૫-૧૦૮૫, અમદાવાદ કપાસિયા નવા ટીન રૂા. ૧૧૨૦-૧૧૪૦ અને પામોલિન રૂા.૯૨૫ના ભાવે હતું. રાજકોટ ખાતે રૂા. ૭૭૦-૭૮૦ અને જામનગર ખાતે રૂા. ૬૪૦-૬૯૦ના ભાવે મગફળીના વેપારી હતા. જયારે ગુજરાતમાં ૬૦૦૦૦-૬૨૦૦૦ ગુણી આવક અને ભાવ રૂા. ૭૪૫-૭૫૫ તેમજ સૌરાષ્ટ્રમાં ૫૨૦૦-૫૫૦૦ ગુણી આવક અને ભાવ રૂા. ૭૨૫-૭૩૫ હતો.