• Gujarati News
  • પરિણીતાને અગનજવાળા ભરખી ગઇ

પરિણીતાને અગનજવાળા ભરખી ગઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: મોરબી રોડ પરના રાધિકાપાર્કમાં રહેતી પરિણીતા અલ્કાબેન ભરતભાઇ વસોયા (ઉ.વ.૨૯) ગત ૨૩મીના પોતાના ઘરે સ્ટવ પર ચા બનાવતી હતી ત્યારે ચાલુ સ્ટવમાં કેરોસીન પૂરવા જતાં આગ ભભૂકી હતી. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી પરંતુ, સારવાર કારગત નીવડી નહતી અને સોમવારે રાત્રિના સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. અલ્કાબેનના દસ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા.