ચુનારાવાડમાં યુવાન પર છરીથી હુમલો
રાજકોટ : ચુનારાવાડમાંગોપાલ પેટ્રોલ પંપ સામે રહેતો શંકર પુંજાભાઇ રોજાસરા (ઉ.વ.27) રવિવારે સાંજે પોતાના ઘર નજીક શેરીમાં હતો ત્યારે ત્યાં ઊભેલા વિજય જયંતી ડાભીએ તું અહિયા કેમ આવ્યો, તારે અહી બેસવું નહીં અને અહીં આવવું નહીં, તેમ કહી ઝઘડો કરી છરીના બે ઘા ઝીંકી દીધા હતા. ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે શંકર રોજાસરાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.