તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એસટી અધિકારીઓની બદલી, રાજકોટના ડેપો મેનેજરને બઢતી

એસટી અધિકારીઓની બદલી, રાજકોટના ડેપો મેનેજરને બઢતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય એસટી નિગમ દ્વારા ડેપો મેનેજર, ડિવિઝનલ ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ, ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર સહિત 103થી વધુ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટના ડેપો મેનેજર ભાટલાને પ્રમોશન આપી વિભાગીય કચેરીમાં ડી.ટી.ઓ. (ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર)ની પોસ્ટ પર નિમણૂક આપવામાં આવી છે.

જ્યારે ભુજના ડી.ટી.ઓ. ખાંભલાને રાજકોટના ડેપો મેનેજર બનાવાયા છે તો જામનગરના ડી.એમ.ઇ. (ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર) રાણજીતસિંહ વાળાને મોરબી ડેપો મેનેજર, મોરબીના ડેપો મેનેજર જે.આર.અગ્રાવતને સુરેન્દ્રનગર ડેપો મેનેજર, સુરેન્દ્રનગરના ડેપો મેનેજર એન.સી.સોનીને રાજકોટ વિભાગમાં ડી.એમ.ઇ.ની પોસ્ટ પણ નિમણૂંક આપવામાં આવી છે. રાજકોટ ડિવિઝનમાં ફિકસ્ડ પગારથી ડી.ટી.એસ.તરીકે ફરજ બજાવતા હિરીબહેન કટારાને જામનગર ડી.ટી.ઓ. તરીકે જામનગરના ડી.ટી.ઓ કલોતરાને ભુજ એસ.ટી.માં ડી.ટી.ઓ. તરીકે તથા રાજકોટ ડેપોના એ.ડબલ્યુ.એસ. રાજકોટિયાને ચોટીલા ડેપો મેનેજર તથા એન.એસ.ગોસાઇને જસદણ ડેપો મેનેજર ખાતે મુકવામાં આવ્યાનું એસ.ટી.વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.