તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રેલવે કોચ ફેક્ટરીની સ્થાપના કરવા રાજકોટ ચેમ્બરની માગ

રેલવે કોચ ફેક્ટરીની સ્થાપના કરવા રાજકોટ ચેમ્બરની માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ2015-16ના વર્ષનું રેલવે બજેટ ટૂંક સમયમાં રજૂ થનાર થશે. બજેટમાં સમાવેશ કરવા સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગના વિકાસને લગતા તથા મુસાફરોની સગવડતાને લગતા અગત્યના સૂચનો અને રાજકોટ નજીક રેલવે કોચ ફેક્ટરીની સ્થાપના કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રેલવેમંત્રી સમક્ષ રજૂઅાત કરી છે.

રાજકોટ અને સૌરાષ્ટ્રના નાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. ઉદ્યોગોમાં હાલ મંદીનો તબક્કો ચાલી રહ્યો છે. આવા ઉદ્યોગોને કાયમી ધોરણે કામ મળી રહે અને રેલવે જરૂરિયાત મુજબના સ્પેરપાર્ટ બનાવી રેલવે કોચ ફેક્ટરીની સ્થાપના કરવા માગણી કરી છે.

રાજકોટ રેલવે સ્ટેશન મોડેલ સ્ટેશન તરીકે વિકાસ પામી રહ્યું છે ત્યારે જંક્શન અથવા ભક્તિનગર સ્ટેશન ખાતે રેલવે વિભાગ દ્વારા વપરાતા એન્જિનિયરિંગ સ્પેર પાર્ટસ કે સ્ટોર્સ તથા અન્ય સામગ્રીનું કાયમી ધોરણે ડિસપ્લે થઇ શકે તે ઉદ્દેશથી ડિસપ્લે સેન્ટરની સ્થાપના કરવા માગ કરી છે.

} વિરમગામ-રાજકોટડબલ ટ્રેક કરવા અંગેની કાર્યવાહી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે અને થોડા સમયમાં વિરમગામ-સુરેન્દ્રનગર સુધીનો માર્ગનું કામ પૂર્ણ થવા આવશે તેવી હૈયાધારણા અપાય છે પણ નાણાંની ફાળવણી થઇ હોવાથી કામ આગળ વધી શક્યું નથી.

}રાજકોટથીદિલ્હી સુધી શતાબ્દી કક્ષાની અેરકંડીશનર ટ્રેન રાજકોટ-વિરમગામ-મહેસાણા રૂટ ઉપર શરૂ કરવા માગ

}રાજકોટ-જૂનાગઢવચ્ચે સાંજના સમયે ડેમુ ટ્રેન તથા રાજકોટ-મોરબી-રાજકોટ વચ્ચે વધારાની એક ડેમુ ટ્રેન ચલાવવા માગણી

}રાજકોટ-મુંબઇવચ્ચે સવારના સમયે શરૂ થતી સુપર ફાસ્ટ એક્સપ્રેસ કક્ષાની એક વધારાની ટ્રેનની માગણી, જામનગર-સુરત ઇન્ટરસિટી કે જે સુરત-બાંદ્રા ઇન્ટરસિટી સાથે કનેકશનમાં ચાલી રહે છે તેને મર્જ કરી સળંગ જામનગર-બાન્દ્રા રૂપે એક ટ્રેન તરીકે ચાલુ કરવી

}વેરાવળ-પુનાટ્રેનને ભક્તિનગર સ્ટેશન ખાતે હોલ્ટ આપવો.

ચેમ્બરની અન્ય માગણીઓ

રજૂઆત | સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગના વિકાસને લગતા સૂચનો કરાયા