• Gujarati News
  • જાહેરમાં ઝઘડતાં કુખ્યાત ગોલી સહિત 3 પકડાયા

જાહેરમાં ઝઘડતાં કુખ્યાત ગોલી સહિત 3 પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોપટપરામાંરહેતા અને ખૂન, ખૂનની કોશિશ, નશીલા દ્રવ્યોની હેરાફેરી સહિત અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામચીન અપરાધી મામદ ગોલી ઉર્ફે મામદ હુશેન સંધી, સદામ દલવાણી તથા પ્રદીપ મહેશભાઇ ચાૈહાણ બજરંગવાડી વિસ્તારમાં જાહેરમાં મારામારી કરી રહ્યાની પોલીસને જાણ થઇ હતી. પોલીસે સ્થળ ઉપર જઇને ત્રણેય આરોપીને ઝડપી લઇ સુલેશ શાંતિના ભંગ બદલ ધરપકડ કરી હતી.

દરમિયાન પોલીસે ઝડપાયેલા નામચીન ગોલીની પુછપરછ હાથ ધરી છે અને સરાજાહેર ઝઘડા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. વધુ એક વખત ગોલીએ લખણ ઝળકાવતા પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.