• Gujarati News
  • આત્મજ્ઞાનના દીપ વગર બંધુ અંધકારભર્યું

આત્મજ્ઞાનના દીપ વગર બંધુ અંધકારભર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાદાભગવાનના દિક્ષિત તથા નિરૂમાના સહાધ્યાયી દીપકભાઇ દેસાઇ દ્વારા 16 નવેમ્બર રવિવારે સાંજે 5.30 થી રાત્રિના 9 દરમિયાન ગાયત્રીનગર-4, મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ જલજીત હોલ પાસે જ્ઞાનવિધિ પ્રયોગ યોજવામાં આવ્યો હતો. જેમાં 2500 જિજ્ઞાસુઓએ ભાગ લીધો હતો.

ઉપરાંત મોટી સંખ્યામાં ભૂતકાળમાં જ્ઞાનવિધિ લઇ ચૂકેલા જિજ્ઞાસુઓ પણ હાજર રહ્યા હતા. જ્ઞાનવિધિએ જ્ઞાનીની કૃપા તેમજ આશીર્વાદનું ફળ છે. દાદાના પુસ્તકો, નિરૂમા તથા દીપકભાઇ દેસાઇના ટીવી કાર્યક્રમો કે સી.ડી. દ્વારા જ્ઞાનની પૂર્વ ભૂમિકા તૈયાર થઇ શકે પરંતુ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થઇ શકે તેમ દીપકભાઇએ જણાવ્યું હતું. ચિત્રિત દીપક કદી પ્રકાશ આપી શકે માટે તો જાતે દીપક પ્રગટાવવો પડે. અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનના દીપકભાઇ દેસાઇ દ્વારા શનિવારે સત્સંગ કાર્યક્રમ યોજી રવિવારના જ્ઞાનવિધિ પ્રયોગની પૂર્વ ભૂમિકા તૈયાર કરવામાં આવી હતી. સોમવાર 17 નવેમ્બરે સાંજે 7.30 થી 10, જ્ઞાનવિધિના સ્થળે સત્સંગ કાર્યક્રમ યોજાશે.

જ્ઞાનવિધિ શું છે

જીવનમાં સુખ અને શાંતિ માટે આત્મજ્ઞાન જરૂરી છે

કેવી ગતિ પ્રાપ્ત થાય છે

સત્સંગ, પ્રશ્નોત્તરીથીજ્ઞાનવિધિ કાર્યક્રમ સાવ અલગ છે. આત્મસાક્ષાત્કાર પામવા ભેદજ્ઞાન, જ્ઞાનવિધિ પ્રયોગ જિજ્ઞાસુઓને જણાવવામાં આવે છે. 1958માં દાદા ભગવાનને જે આત્મજ્ઞાન પ્રગટ્યું તે દીપકભાઇ દેસાઇના માધ્યમથી જ્ઞાનવિધિમાં ઉપસ્થિતોને પ્રાપ્ત થાય છે.

માનવ જન્મથીમૃત્યુ સુધી સતત સંસારી ચક્રમાં ઘડીયાળના કાટાની માફક દોડતો રહે છે આવા સંજોગોમાં મનુષ્ય જીવને જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવા માટે તેમજ પોતાના આત્માને જાગૃત કરવાની સાથો-સાથ ઘર, કુટુંબ, નોકરી કે વ્યવસાયમાં સુખ-શાંતિ અનુભવવા માટે આત્મજ્ઞાન જરૂરી હોવાનું દાદા ભગવાનના દિક્ષિત તથા નિરૂમાના સહાધ્યાયી દીપકભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

જ્ઞાનવિધિમાં ઉપસ્થિતરહેનારને સાચી સમજણ મળે છે. સંસાર વ્યવહાર પૂર્ણ કરવાની ચાવીઓ મળે છે. આત્મજાગૃતિ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન સંબંધી માન્યતાઓ દૂર થાય છે. નવા કર્મ બંધાતા નથી.જૂના કર્મ પૂરા થાય છે. અનંતકાળના પાપો નાશ પામે છે.