• Gujarati News
  • ગોંડલ વીરપુર નેશનલ હાઇવે પર અક્સ્માતમાં બેનાં મોત

ગોંડલ વીરપુર નેશનલ હાઇવે પર અક્સ્માતમાં બેનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલવીરપુર હાઇવે પર ગોમટા ચોકડી પાસે શુક્રવારે સાંજે કાર પલટી જતાં કેશોદની પરિણીતા અને જૂનાગઢના યુવાનનું મોત થયું હતું, જ્યારે બે વ્યકિતને સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી.

ગોંડલ વીરપુર નેશનલ હાઇવે પર શુક્રવારે સાંજે રાજકોટથી જૂનાગઢ તરફ જતી કાર ગોમટા ચોકડી પાસે પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કેશોદના ભાવનાબેન રામભાઇ બોદર તેમજ જૂનાગઢના મોતીબાગ પાસે રહેતાં રાજકુમાર દીપકુમાર મહેતાનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. ઘવાયેલા મોહિત દિલીપભાઇ મહેતા તેમજ ધવલ રામભાઇ બોદરને ગંભીર રીતે ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતા. ભાવનાબેનના પતિ રામભાઇ બોદર કેશોદ માર્કેટયાર્ડમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે ભાવનાબેનની તબિયત નાદુરસ્ત રહેતી હોય પુત્ર ધવલ અને તેના મિત્રો રાજકુમાર અને મોહિત સાથે તબિયત બતાવવા રાજકોટ આવ્યા હતા.