• Gujarati News
  • લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાનાનામવા રોડ વિસ્તારમાં રહેતા રાજ સોલંકી નામના યુવાનનું ચારેક મહિના પૂર્વે કેટલાક શખ્સોએ અપહરણ કરી તેને લૂંટી લીધો હતો. અંગેની માલવિયાનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જોકે આરોપી પોલીસને હાથ આવ્યો નહોતો. રાજ સોલંકીનું અપહરણ કરી લૂંટી લેવાના ગુનામાં દાસીજીવણપરામાં રહેતા રહીમ બહાદુરઅલી હુદા સંડોવાયો હોવાની અને તે રામાપીર ચોકડી પાસેના શીતલપાર્કમાં હોવાની હકીકત મળતા ગાંધીગ્રામના પીએસઆઇ હડિયા અને કુલદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને રહીમ હુદાને ઝડપી લઇ માલવિયાનગર પોલીસ હવાલે કર્યો હતો. રહિમ મારામારી સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.