• Gujarati News
  • નવજીવન ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

નવજીવન ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાનવજીવન ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારોના ગરીબ પરિવારોના એક હજાર બાળકો માટે તેઓમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવાના ભાગરૂપે સિનિયર અને જુનિયર કેટેગરીમાં વિવિધ કાર્યક્રમો 30મી નવેમ્બરના સવારે 11 કલાકે કાલાવડ રોડ, નવજીવન ટ્રસ્ટ, બિશપ હાઉસ ખાતે યોજાશે. જુનિયર વિભાગમાં સિંગલ ડાન્સ, વેશભૂષા, ચિત્ર, ગ્રૂપ સોંગ, સુલેખન તથા સિનિયર વિભાગમાં ગ્રૂપ ડાન્સ, સ્પીચ, નિબંધ, સોલો સોંગ, નાટક જેવા વિવિધ કાર્યક્રમ યોજાશે. વિજેતા બાળકોને સંસ્થા દ્વારા ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરાશે. ટ્રસ્ટે 27મી નવેમ્બરે 34 વર્ષ પૂરા કરી 35માં વર્ષમાં પ્રવેશ કરતા અનેકવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.