• Gujarati News
  • ટ્રેક્ટર પલટી જતાં ચાલકનું મોત

ટ્રેક્ટર પલટી જતાં ચાલકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરધારબસસ્ટેન્ડ પાસે રહેતો મનોજ બચુભાઇ ચાવડા (ઉ.વ.25) નામનો યુવાન શુક્રવાર સાંજે ખેતરેથી ટ્રેક્ટર લઇ ઘર તરફ પરત આવી રહ્યો હતો ત્યારે જીઇબીની ઓફિસ પાસે બાઇકચાલક આડો ઉતરતા તેને બચાવવા જતાં ટ્રેક્ટર રસ્તા પરથી નીચે ઉતરી પલટી ખાઇ ગયું હતું. અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા મનોજને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.