તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં ખાનગી ગોળીબારમાં યુવાનની હત્યા, ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલઃ ગોંડલ શહેરના ચોરડી દરવાજા ચોક વિસ્તારમાં ગુરૂવારે રાત્રીના બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં અંદાજે 10 રાઉન્ડ ફાયરિંગ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જેમાં એક વેપારીનું મોત થયું હતું. બનાવ બાદ આજે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. પરંતુ, કલેક્ટર, રેન્જ આઈજી, એસપી સહિતના અધિકારીઓ અને રાજ્ય ગૃહમંત્રી દોડી જઈને સમજાવટ અને ન્યાયની ખાતરી આપતાં પરિવારે લાશ સ્વીકારી હતી. વેપરીની હત્યા બાદ અન્ય જૂથ પણ ઘાતક હથિયારો સાથે શહેરભરમાં ફરી વળ્યું હતું. ટોળાંએ ત્રણ ખૂણિયા નજીક એક વેપારી યુવાનના માથામાં બોથડ પદાર્થ ઝીંકી દેતાં તેનું મોત નીપજ્યું હતું.
ગોંડલ બંધનું એલાન, રેલી નીકળી
પાટીદાર યુવાનની ફાયરિંગ અને બોથડ પદાર્થ મારીને હત્યા થતાં આજે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓએ આજે દુકાનો બંધ રાખી હતી અને સ્વંયભૂ બંધમાં જોડાયા હતાં. હત્યાના વિરોધમાં રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં.
પાઉંભાજી લેવા ગયો હતો અને યુવાનને મોત મળી ગયું
ગોંડલના ચોરડી દરવાજા ચોક અને ખુણિયા ચોકમાં બે જૂથ વચ્ચે મારામારીમાં વિના વાંકે મોતને ભેટનાર સંજય ભાદાણી જૂની શાકમાર્કેટમાં શાકનો થડો ચલાવીને પરિવારનું ગુજરાન કરતો હતો. આ આખા બનાવને નજરે જોનારા સાક્ષીનું કહેવું છે કે તેણે લાલ ટિશર્ટ પહેર્યું હતું એમાં જ તે નિશાન બની ગયો હતો. સામેના જૂથનું જે ટાર્ગેટ હતો તેણે લાલ શર્ટ પહેર્યું હતું અને તે બચીને નાસી ગયો જ્યારે સંજય ઝડપાઇ ગયો હતો. સંજયને સંતાનોમાં પાંચ વર્ષની એક દીકરી અને ત્રણ વર્ષનો એક દીકરો છે.
ફાયરિંગ કરી હુમલાખોરો કારમાં ફરાર થઇ ગયા

શહેરના ચોરડી દરવાજા રોડ પર લોકોની ચહલ પહલ વચ્ચે ગુરુવારે રાત્રીના 9 વાગ્યા આસપાસ નંબર પ્લેટ વગરની ઝાયલો કારમાં ધસી આવેલા શખ્સો અને મુસ્લિમ યુવાન વચ્ચે કોઇ બાબતે માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા શખ્સોએ ફાયરિંગ કરતા ઇમરાન કરીમભાઇ કટારિયા નામના યુવાનને પગમાં અને ગળાના ભાગમાં ઇજા થઈ હતી. ફાયરિંગ કરી હુમલાખોરો કારમાં ફરાર થઇ ગયા હતા. આ શખ્સોએ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું લોકમુખે ચર્ચાતું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયો છે.
કેટલાક શખ્સો વાતાવરણ ડહોળવાના પ્રયાસમાં જ હોય છે
ગોંડલ આવી પહોંચેલા ગૃહ પ્રધાન સમક્ષ શહેરના હિન્દુ રક્ષક સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સદસ્યોએ એક આવેદન આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે કેટલાક ખાટકી અને મુસ્લિમ શખ્સો અવારનવાર શહેરમાં આતંક અને ભયનું વાતાવરણ સર્જવાની ફિરાકમાં જ હોય છે. મંજુરી વગર ઇંડા અને નોનવેજની લારીઓ ગોઠવતાં હોય છે. દેશી અને વિદેશી દારૂના હાટડાં તો અહીં ક્યાંય ગોતવા જ જવા પડતા નથી. ભગવતપરા, ખાટકી વાસ સહિતના અનેક વિસ્તારોમાં 45થી વધારે કતલખાના ચાલી રહ્યા છે. આ ઉપરાંત આતંકી તત્વોનું 700થી વધારે લોકોનું આખું સંગઠન ચાલે છે. જેઓ દેશદ્રોહી સંગઠન સાથે સંકળાયેલા હોવાની શંકા છે. આ બધા મુદાઓ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી અને એટલે જ અહીંના લોકો સતત ફફડતા જ રહે છે.
રિવોલ્વર સાથે પાંચ જબ્બે

ગોંડલ સરાજાહેર ફાયરિંગ કર્યા બાદ કાળા રંગની ઝાયલો કારમાં હુમલાખોર ભાગી છૂટ્યા હતા. પોલીસે નાકાબંધી કરી વીંછિયા પાસેથી કાર આંતરી કારમાં સવાર 5 અક્ષર ઉર્ફે ગીરી સુર્યકાંતભાઇ દુધરેજીયા, રૂષી સુરેશભાઇ રાદડિયા, મોહીત ઉર્ફે મુંડો, રમેશભાઇ સખીયા, વિશાલ આત્મારામ પાઠકર, સિધ્ધરાજ અજયભાઇ જાદવને વિછીંયા પોલીસે ઝડપી રિવોલ્વર સહિતના હથિયાર કબ્જે કર્યા હતા. જ્યારે અન્ય બે શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં મોહિત રાજકોટની ગ્રેસ કોલેજમાં અભ્યાસ કરે છે.
આગળ વાંચો.. 1200થી વધુ પાટીદારોનું ટોળું એકઠું થતાં માહોલ તંગ બન્યો... (તસવીરો: દેવાંગ ભોજાણી, હિમાંશુ પુરોહિત, ગોંડલ)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો