તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેરે અંગને મે તુમ્હારા ક્યા કામ હૈ , અસલી વ્યંડળોએ નકલી વ્યંડળનો ટકો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ; ચારે બાજુ નકલની બોલબાલા છે. પણ, એક ક્ષેત્ર એવું છે કે જેમાં નકલ કરતા પહેલા હોય એટલી પૂરેપૂરી અક્કલ ચલાવી લેવામાં જ સલામતી છે. અમુક લોકો વ્યંડળનો વેશ ધારણ કરીને લોકો પાસેથી પૈસા ઉઘરાવી લેતા નકલી વ્યંડળો પકડાઈ છે અને દર વખતે એ નકલ બદલ આકરી સજા પણ ભોગવવી પડે છે. એવા જ વધુ એક બનાવમાં શહેરના ગુંદાવાડી વિસ્તારના વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવતો નકલી વ્યંડળને અસલી વ્યંડળોએ પકડી ધોલધપાટ કરી મુંડન કર્યું હતું. છેલ્લા ચાર પાંચ દિવસથી વેપારીઓ પાસેથી 50 અને 100 રૂપિયા નકલી વ્યંડળ ઉઘરાવતો હોવાની રાવ મળતા સોમવારે અસલી વ્યંડળોએ રંગે હાથ નકલી વ્યંડળને પકડીને ટકો કરી ધોલધપાટ કરી હતી. નકલી વ્યંડળ ઝડપાતા ગુંદાવાડીમાં વેપારીઓના ટોળાં એકત્ર થયા હતા. બાદમાં કુવાડવા તરફથી આવેલા  આ નકલી વ્યંડળને મુંડન કરી જવા દેવાયો હતો.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....(તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)
અન્ય સમાચારો પણ છે...