તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્દિકની ઝલક માટે મોરબી મધરાત સુધી જાગ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી: અનામત આંદોલનમાં જેલમાં ગયેલા હાર્દિક પટેલ જમીન મુક્ત થયા બાદ શનિવારે સૌરાષ્ટ્રના પ્રવાસે હતો જેમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધા બાદ અડધી રાત્રીના સમયે તે ટંકારા પહોંચ્યો હતો જ્યાંથી રોડ શો કરીને મોરબી ખાતે આવી પહોંચ્યો હતો, તો લગભગ સવારના ૩ : ૪૫ વાગ્યે પણ હાર્દિકના સ્વાગત માટે ત્રણ હજારથી વધુ પાટીદારોની ભીડ નવા બસ સ્ટેન્ડ ખાતે જોવા મળી હતી તો હાર્દિકના માત્ર ત્રણ મિનીટ જેટલા રોકાણ છતાં પણ પાટીદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પાટીદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ અને આવકાર ઝીલી પાસનો યુવા નેતા માત્ર ત્રણ મિનિટ રોકાણ કરીને આગળ નીકળી ગયો
સૌરાષ્ટ્રના પ્રવાસે રહેલો હાર્દિક પટેલ મોડી રાત્રીના મોરબી આવવાનો હોવાથી મોરબીમાં મોડી રાત્રીથી નવા બસ સ્ટેન્ડ નજીક પાટીદારો એકત્ર થવા લાગ્યા હતા અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરતા હતા તેમજ તેના આવવાની આતુરતાપૂર્વક રાહ જોઈ હતી. હાર્દિક પટેલના આગમનને પગલે મોરબીમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં આજે મોરબીમાં એક એસઆરપીની ટુકડી ઉપરાંત ૨ ડીવાયએસપી, ૩ પી.આઈ., ૧૨ જેટલા પીએસઆઈ અને જિલ્લાના ૩૫૦ જેટલા પોલીસ જવાનોને વિવિધ સ્થળોએ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
જિલ્લા તંત્ર દ્વારા હાર્દિકના રોડ શોને મોડી સાંજે મંજુરી આપી દેવામાં આવી હતી. હાર્દિક પટેલ રાત્રીના ૨ : ૪૫ વાગ્યે ટંકારા આવી પહોંચ્યો હતો જ્યાં રોડ પર જ તેનું સ્વાગત કર્યા બાદ મોરબી સુધીનો રોડ શો કર્યો હતો અને મોરબી ૩ : ૪૫ કલાકે આવી પહોંચ્યો હતો જ્યાં માત્ર ત્રણ મિનીટ જેટલું ટૂંકું રોકાણ કર્યું હતું. જોકે લગભગ ચાર વાગ્યાની આસપાસ પણ ત્રણ હજાર કરતા વધુ પાટીદારોની ભીડ જોવા મળી હતી અને મોરબીમાં રાત્રીના ચાર વાગ્યાની આસપાસ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો જો કે ટૂંકા રોકાણ દરમિયાન કોઈ કાર્યક્રમો આપવામાં આવ્યા ન હતા અને આવીને હાર્દિકનો કાફલો રોડ પરથી પસાર થઈ ગયો હતો.
ટંકારામાં હાર્દિકને ફૂલડે વધાવ્યો
ટંકારા ખાતે આઠ વાગ્યે હાર્દિક પહોંચવાનો હતો પરંતુ મધરાતે તે આવી પહોંચતાં ટંકારામાં ત્રણ હજારથી વધારે પાટીદારોએ તેને ફૂલડે વધાવ્યો હતો. એક એસઆરપી ટુકડી, 50 પોલીસ, પાંચ સબ ઇન્સ્પેક્ટર, બે ઇન્સ્પેક્ટર, મહિલા પોલીસ વગેરે ચુસ્ત બંદોબસ્ત માટે સાબદાં હતા. જિલ્લા પોલીસ વડા રાઠોર ખુદ ચાર કલાક ખડેપગે રહ્યા હતા. હાર્દિકને આવતાં સાત કલાક જેટલું મોડું થયું છતાં પાટીદારો વિચલિત થયા ન હતા અને મધરાતે તે આવી પહોંચતાં તેનું હાર્દિક સ્વાગત કરાયું હતું અને જય સરદાર તેમજ ગબ્બર ઇઝ બેકના નારાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો