વાંકાનેર રાજ પરિવાર પાસે રહેલી 96 વર્ષ જૂની કાર આખો ઇતિહાસ સાચવીને બેઠી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેર: વાંકાનેર રાજ પરીવારે સતત ચાર પેઢીથી સાચવી રાખેલી રોલ્સ રોય સીલ્વર કાર માત્ર એક કાર જ નહિ પરંતુ રાજ પરીવારની તેમજ વાંકાનેર રાજની અનેક યાદો ના સંભારણા સાચવીને બેઠી છે. ૧૯૨૧ માં વાંકાનેરના મહારાજા અમરસિંહજી બાપુએ ઇંગ્લેન્ડ થી ખરીદ્યા બાદ વાંકાનેર રાજ પરીવારના દરેક નાના મોટા પ્રસંગોની તે સાક્ષી બની છે, તે પછી વાંકાનેરના હાલના મહારાણા દિગ્વિજયસિંહજીના જન્મ દિવસ કે લગ્ન પ્રસંગ હોય તેમાં સદાયને માટે આ રોલ્સ રોય કાર અગ્રેસર જ રહી છે.વાંકાનેર રાજ પરીવાર ની સાથોસાથ વાંકાનેર રાજ માં પણ ઘણા પ્રસંગો ની આ ગવાહ છે.
 
જામ સાહેબ વાંકાનેરમાં આવેલા ત્યારે આ ગાડીની સફર કરી ચુક્યા છે
 
જેમાં હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ થી વધુ બેડ ધરાવતી વાંકાનેરની વિલીંગ્ડન હોસ્પિટલનું ખાત મૂહર્ત અંગ્રેજ અમલદાર સર વિલીંગ્ડનના હસ્તે કરાયું ત્યારે આજ રોલ્સ રોય સીલ્વરમાં તેઓ આવ્યા હતા તેમજ તેમજ વાંકાનેર રાજમાં વિવિધ ગામોમાં ફર્યા હતા.વાંકાનેર રાજ અને રાજ પરીવારના અંગત મિત્ર એવા જામનગર રાજના મહારાણા જામ સાહેબ વાંકાનેરમાં આવેલા ત્યારે આ ગાડીની સફર કરી ચુક્યા છે.
 
મહારાણા ભાણ સાહેબજીને પણ આ કાર ખુબજ ગમતી 
 
અને મહારાણા ભાણ સાહેબજીને પણ આ કાર ખુબજ ગમતી હતી. આ રોલ્સ રોય સિલ્વર કારને આજે ૯૬ વર્ષ વીત્યા બાદ પણ તેની ચોથી પેઢી એટલેકે ( મહારાણા અમરસિંહજી - મહારાણા પ્રતાપસિંહજી - મહારાણા ડો. દિગ્વીજયસિંહજી અને હાલના યુવરાજ કેશરીદેવ સિંહજી)  આ ધરોહર ને તેની શાનો શોકત પ્રમાણે જ સાચવી રહ્યા છે અને ત્યારે પણ આ કાર નો જે માભો હતો તે આજે પણ એટલો જ  જળવાઈ રહ્યો છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો... (તસવીરો: હિમાંશુ વરીયા, વાંકાનેર)
અન્ય સમાચારો પણ છે...