તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીંછિયા: ફુલઝર ગામે નળિયાવાળા ખખડધજ મકાનમાં ચાલે છે શાળા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીંછિયા: વિંછીયા તાલુકાના ફુલઝર ગામે આવેલ રાષ્ટ્રિય માધ્યમિક શાળાને પોતાનું બિલ્ડીંગ જ ન હોવાના કારણે ઘણા સમયથી વિદ્યાર્થીઓને ભાડાના નળીયાવાળા મકાનમાં  શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. આ અંગે વિંછીયા તાલુકા પંચાયતના સદસ્ય હર્ષાબેન રમેશભાઇ ડાભીએ જિલ્લા શિક્ષણાધિકારી, ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી શાળાના મકાનનું બાંધકામ શરૂ કરાવવા રજુઆત કરી છે અન્યથા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
 
શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી હતી
 
ફુલઝર  ગામના વિદ્યાર્થીઓને પોતાના ગામમાં જ શિક્ષણ મળી રહે તે માટે ત્રણ વર્ષ પહેલા શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી હતી. જેના પગલે વાલીઓ અને ગ્રામજનોમાં આનંદ છવાયો હતો, પરંતુ તંત્રના પાપે આ આનંદ ક્ષણિક નિવડ્યો હતો અને શાળા મંજુર થયા બાદ ગ્રામ પંચાયત દ્વારા શાળાના બાંધકામ માટે જમીન ફાળવી દેવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા ગ્રાંટ મંજૂર નહી કરાતા હાલમાં ધો.9 અને 10 ના વિદ્યાર્થીઓને ત્રણ વર્ષથી ભાડાના નળીયાવાળા મકાનમાં શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. 
 
વિદ્યાર્થીઓ નાછૂટકે ભોંયતળીયે બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે
 
ઉપરાંત આ શાળામાં હાલ વિદ્યાર્થીઓ માટે નથી સેનિટેશનની વ્યવસ્થા કે નથી પીવાના પાણીની વ્યવસ્થા.આ મકાનમાં વિજળી પણ નથી તેમજ વિદ્યાર્થીઓ નાછૂટકે ભોંયતળીયે બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. જેથી વાલીઓને સતત સંતાનોની ચિંતા સતાવતી રહે છે. આટલુ ઓછુ હોય તેમ  શાળામાં શિક્ષકો પણ પુરતા નથી. આ અંગે વાલીઓ અને ગ્રામજનોએ અનકવાર રજુઆતો કરી હોવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી હતી.
 
શાળાનું બાંધકામ શરૂ કરવામાં કોની લાજ કાઢવી પડે છે.? 
 
ખાસ કરીને ચોમાસામાં સ્થિતિ ભયજનક બને છે ત્યારે આ શાળાના બાંધકામ માટે ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવી દેવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા શાળાનું બાંધકામ શરૂ કરવામાં કોની લાજ કાઢવી પડે છે.? તેવો વેધક પ્રશ્ન ઉઠાવી તા.પં. ના સદસ્ય હર્ષાબેન ડાભીએ આ અંગે તંત્ર તાત્કાલિક ગ્રાંટ ફાળવી મકાનનું બાંધકામ શરૂ કરાવવા માંગ ઉઠાવી છે અન્યથા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો