તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ: CM ભાષણ માટે ઉભા થયા ને પોલીસ બની સતર્ક, ક્યાંક સુરતવાળી ન થાય!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસદણ: મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઈ રૂપાણી પ્રથમ વખત જસદણ આવ્યા હોય જેથી ભાજપ દ્વારા તેમનું હેલીપેડ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું પણ મોરારિબાપુનું આગમન થતાં તેમને આવકારવા માટે એક પણ રાજકીય નેતા હાજર ન રહ્યા.સી.એમ.નું જ્યારે આગમન થયું હતું ત્યારે આટકોટ પટેલ સેવા સમાજનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરા સહિતના નેતાઓ તેમનું સન્માન કરવા માટે હેલીપેડ પહોંચી ગયા હતા અને તેમને સભાસ્થળે લઇ જવાયા હતા. પરંતુ મોરારીબાપુ જ્યારે હેલીકોપ્ટરમાંથી ઉતર્યા ત્યારે એક પણ રાજકીય નેતા હાજર ન હતા.

સી.એમ. જ્યારે સ્ટેજ ઉપર બેઠા હતા ત્યારે પોલીસ તેમની સામે નજર રાખી ઉભા હતા અને જ્યાં સી.એમ. ભાષણ કરવા માટે ઉભા થયા એટલે તરત પોલીસ સતર્ક થઇ ગઈ હતી ઉપસ્થિત લોકો સામે ચાંપતી નજર રાખી ગોઠવી દીધી હતી. જો કે વિજય રૂપાણીએ આ તકે કોઇ નોંધનીય બાબત કહી ન હતી.
રૂપાણીએ મીડિયાને મળવાનું પણ ટાળ્યું
આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી વિજયભાઈ રૂપાણી એકા-એક ચાલવા લાગ્યા હતા અને જાણે કે તેમનું હેલીકોપ્ટર તેમને મુકીને જતું રહેવાનું હોય તેમ ચાલ્યા ગયા હતા અને મીડિયાને ઈન્ટરવ્યુ પણ ન આપતા એવો સવાલ ઉઠવા પામ્યો હતો કે શું આ કાર્યક્રમમાં ૨૦ હજારના બદલે ૫ હજાર જેટલી જ પબ્લિક થતા નારાજ થઇ ચાલ્યા ગયા હશે.

સ્થાનિકોએ તાળીઓ ન પાડી
જ્યારે સન્માન કાર્યક્રમ ચાલતો હતો ત્યારે સી.એમ.નાં સન્માન વખતે બહારગામથી બોલાવવામાં આવેલા લોકોએ તાળીઓ પાડી હતી પરંતુ સ્થાનિક લોકો તાળીઓ પાડીને થાકી ગયા હોય તેમ તાળીઓ પાડવાથી અળગા રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.
20 હજારને બદલે 5 હજાર જ જમ્યા
કાર્યક્રમમાં ૨૦ હજાર થી વધુ લોકો એકઠા થશે તેવી ડો.બોઘરાએ આશા વ્યક્ત કરી હતી અને તેના પ્રમાણમાં ૨૦ હજાર લોકોની જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પરંતુ ૫ હજાર જેટલા લોકોએ જ ભોજનનો લાભ લેતા ૧૫ હજાર જેટલા લોકોની રસોઈ પડી રહી હતી.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો