રાજકોટ: મહિલા પર વેપારીએ દુષ્કર્મ આચર્યું, ડ્રાઇવરે નિર્લજ્જ હુમલો કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓફિસના કેમેરાથી શૂટિંગ કરેલી ક્લિપ વાઇરલ કરી નાખવાની ધમકી પણ આપી
 
રાજકોટ: અગાઉ રાજકોટમાં રહેતી અને હાલમાં મોરબી સ્થાયી થયેલી મહિલા પર છ વર્ષ પહેલા રાજકોટમાં ઇલેક્ટ્રિકના વેપારીએ દુષ્કર્મ આચર્યું હતું, તેમજ વેપારીના ડ્રાઇવરે પણ નિર્લજ્જ હુમલો કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોરબી રહેતી 40 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના નારાયણનગર મેઇન રોડ પર રહેતા સુરેશ કેશવલાલ પટેલ, વૃંદાવન સોસાયટીમાં રહેતા સુભાષ ડાયા કોરડિયા અને ઢેબર કોલોનીમાં રહેતી મીના ચેતન પૂજારાના નામ આપ્યા હતા. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ પોતે રાજકોટમાં રહેતી હતી ત્યારે વર્ષ 2008ના ગાળામાં નારાયણનગર મેઇન રોડ પર પૂજા બિલ્ડિંગમાં આવેલી સુરેશ પટેલની સુર્યશકિત ઇલેક્ટ્રિક નામની દુકાનમાં સાફ સફાઇના કામ માટે રહી હતી અને નોકરી પર રખાવવામાં મીના પૂજારાએ ભલામણ કરી હતી.
 
સુરેશની દુકાને અવાર-નવાર આવતી મીના સુરેશ પૈસાદાર છે તે ધ્યાન રાખશે તેવી વાતો કરી મહિલાને ફસાવવાનો પ્રયાસ કરતી હતી. એક વખત મહિલા ઓફિસમાં સાફ સફાઇનું કામ કરતી હતી ત્યારે સુરેશ પટેલે બળજબરી કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ દોઢ વર્ષ સુધી તેનું શોષણ કર્યું હતું. એક વખત સુરેશનો ડ્રાઇવર સુભાષ પણ ઓફિસમાં ઘૂસી ગયો હતો અને શેઠ સાથે તારે સંબંધ છે તો મારી સાથે પણ રાખવા પડશે તેમ કહી મહિલાની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ક્લીપિંગ ઉતાર્યાની પણ ધમકી આપી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વિશેષ તપાસ શરૂ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...