તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ: ગુજરાત વિધાનસભાની રાજકોટની આઠ સહિત પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 9 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના પ્રચાર-પડઘમ ગુરુવારે સાંજે 5 વાગ્યે શાંત થઇ જશે. આજે પ્રચારનો છેલ્લો દિવસ હોય દરેક ઉમેદવાર દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવશે અને સાંજે 5 વાગ્યા બાદ જાહેરસભાઓ અને માઇકનો ઉપયોગ બંધ થઇ જશે અને ત્યારબાદ ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કાર્ય કરી શકશે. શુક્રવારે કતલની રાત છે અને શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે.
મંગળવારે ઓખી વાવાઝોડાંના કારણે દરેક રાજકીય પક્ષોના ચૂંટણી કાર્યક્રમોનું ધોવાણ થઇ ગયું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સહિતના નેતાઓના કાર્યક્રમો રદ કરવા પડ્યા હતા. પરંતુ બુધવારે વાતાવરણમાં સુધારો થતા તમામ ઉમેદવારોએ તેમનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો હતો.
નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાદળો સજ્જ
શનિવારે રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની કુલ આઠ બેઠકો પર વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે ક્યા બુથ પર કેટલો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે તે અંગેની તૈયારી પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત સહિતના અધિકારીઓએ પૂર્ણ કરી હતી. પોલીસ જવાનો અને પેરામિલિટરી ફોર્સના અધિકારીઓ અને સ્ટાફને ચૂંટણી દરમિયાન કેવી રીતે ફરજ બજાવવી તે સહિતનું માર્ગદર્શન ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપ્યું હતું અને શુક્રવારે રાત્રે જ મતદાન મથક પર પહોંચી જવા આદેશ કર્યા હતા.
મતદાન માટેની તમામ તૈયારી પૂર્ણ
મતદાન મથકમાં સેલ્ફી નહીં લઇ શકાય
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.પી.પંડ્યાએ જણાવ્યું હતું કે, કોઇ મતદાર મતદાન મથકમાં મોબાઇલથી સેલ્ફી લ્યે અને તેનાથી મતદાનની ગુપ્તતા જોખમાતી હોય તો તેની સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવશે. આ કેસમાં 6 માસની સજા અથવા રૂ.1 હજાર દંડની જોગવાઇ છે.
એક બીએલઓને શિસ્તભંગની નોટિસ
68-રાજકોટમાં ફરજ બજાવતા બી.એલ.ઓ. ભરતસિંહ પરમારે મતદાર સ્લીપનું વિતરણ ન કરતા ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે અને તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. ભરતસિંહ પરમાર લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.
સ્ટાર પ્રચારકો આજે મેદાને ઉતારાશે
ચૂંટણી પ્રચારનો ગુરુવારે છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ યોગી આદિત્યનાથ જ્યારે કોંગ્રેસ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ મેદાનમાં ઉતારશે. આમાટે રાજકોટના સ્થાનિક નેતાઓએ તૈયારીઓ પૂરી કરી છે.
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.