ત્રંબાના આઠ હજાર લોકોએ ઉપયોગ કરેલું ગંદું પાણી આજીમાં ઠલવાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: સૌની યોજનાથી આજી ડેમ ભરી દેવાની શરૂઆત કરાઈ છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ત્રંબાના આઠ હજાર લોકોએ ઉપયોગ કરેલું ગંદું પાણી પણ વાયા ત્રિવેણી સંગમ અને આસપાસના ચેકડેમોમાંથી સીધુ જ આજી ડેમમાં ઠલવાઇ છે. રાજકોટ શહેરના લોકોને આજી ડેમનું પાણી ફિલ્ટર કરીને આપવામાં આવે છે છતાં ગંદાં પાણીના કારણે રોગચાળાની સંભાવના પૂરેપૂરી રહે છે.
 
માત્ર ત્રંબા ગામ જ નહીં ચોમાસામાં દસથી બાર ગામનો કદડો પણ આજી ડેમમાં ઠલવાઇ છે. આ બાબતે સરકારી તંત્રે કોઇ આયોજન કર્યું નથી. સૌની યોજનાથી નર્મદાનું પાણી જ્યારે ત્રંબાથી આજી ડેમમાં ઠલાવાયું ત્યારે ઉપરોકત વિગતો સૌ કોઇના ધ્યાને આવી છે, પરંતુ તેનો ઉકેલ હજુ સુધી વિચારાયો નથી. 
અન્ય સમાચારો પણ છે...