તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ ટેસ્ટ કાઉન્ટ ડાઉન: સૌ પ્રથમ ટેસ્ટ ક્રિકેટનું રાજકોટ કનેક્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટઃ ભારતનો ટેસ્ટ ક્રિકેટનો ઇતિહાસ અંદાજિત સાડા આઠ દાયકા જૂનો છે. ભારતે સૌ પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે 1932(જૂન 25,27,28)માં લોર્ડ્ઝ ખાતે રમી હતી. જોગાનુ જોગ તાજેતરમાં જ ટેસ્ટ દરજ્જો પ્રાપ્ત કરનાર રાજકોટની સૌ પ્રથમ ટેસ્ટ પણ ઇંગ્લેન્ડ સામે જ નવેમ્બર 9થી 13 દરમિયાન રમાશે. આ તકે કર્નલ સી કે નાયડુની કપ્તાનીમાં રમાયેલી ભારતની સૌ પ્રથમ ટેસ્ટ મેચને એ માટે પણ યાદ કરવી પડે કે તેનું એક રસપ્રદ રાજકોટ કનેક્શન છે. ભારતની સૌ પ્રથમ ટેસ્ટ મેચના હીરો રાજકોટના અમરસિંહને ગણી શકાય. તેમણે આ ટેસ્ટના બીજા દાવમાં 51 રન ફટકારીને ટેસ્ટમાં અડધી સદી ફટકારનાર સૌ પ્રથમ ભારતીય બેટ્સમેનનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ભારતીય ટીમના આ ટેસ્ટના હાઇએસ્ટ સ્કોરર પણ હતા.
સ્વાભાવિક રીતે ઓસ્ટ્રેલિયા સામેની 1932-33માં રમાયેલી કુખ્યાત ‘બોડીલાઇન’સિરીઝના કુખ્યાત ઇંગ્લિશ કપ્તાન ડગ્લસ જાર્ડીનની કપ્તાનીમાં જ ઇંગ્લેન્ડે ભારતને 158 રને હરાવ્યું હતું. પરાજય છતાં અા ટેસ્ટ ભારતીય ટીમ માટે ક્રિકેટના ગૌરવમય ભાવિનું આ પ્રથમ પગલું હતું. ત્યારે ટેસ્ટ મેચ ફક્ત ત્રણ દિવસની હતી. બીજો દિવસ રેસ્ટ ડે તરીકે રાખવામાં આવ્યો હતો. ટોસ જીતી દાવ લેનાર ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 259 રન નોંધાવ્યા હતા. ભારત વતી 5 વિકેટ ઝડપનારા સૌ પ્રથમ બોલર બનવાનુ ંગૌરવ મહમ્મદ નિસ્સારને પ્રાપ્ત થયું હતું, જ્યારે અમરસિંહે બે વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેમાં સી કે નાયડુના 40 રન મુખ્ય હતા. કપ્તાન જાર્ડીનના અણનમ 85 રન સાથે ઇંગ્લેન્ડે બીજા દાવમાં 8 વિકેટે 275 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો.અમરસિંહે બીજા દાવમાં પણ બે વિકેટ ઝડપી હતી. જીત માટે 345 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ ફક્ત 187 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

મહારાજા ઓફ પોરબંદરની કપ્તાનીમાં ટીમ ઇંગ્લેન્ડ ગઇ હતી

1932માં ‘ઓલ ઇન્ડિયા’ ટીમ તરીકે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી આ ટીમ એક માત્ર ટેસ્ટમેચ સહિત કુલ 36 મેચ રમી હતી. જેમાં 26 ફર્સ્ટ ક્લાસ મેચ હતી. ઓલ ઇન્ડિયા ટીમના મૂળ કપ્તાન તરીકે મહારાજા ઓફ પોરબંદર નટવરસિંહજી ભાવસિંહજી હતા. જેમણે ભારતની સર્વ પ્રથમ ટેસ્ટની કપ્તાની પોતાની નાદુરસ્ત તબિયતને કારણે સી કે નાયડુને સોંપી હતી. ટીમના વાઇસ કેપ્ટન પદે લીંબડીના કુમાર સાહેબ ઘનશ્યામસિંહજી દોલતસિંહજી ઝાલા હતા. તેઓ પણ સૌ પ્રથમ ટેસ્ટમેચમાં પોતાની પીઠની ઇજાને કારણે આખરી ઇલેવનમાં રમી શક્યા ન હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો