તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકાનેર નજીક તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી યુવાનની ક્રૂર હત્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકાનેરઃ વાંકાનેર પંથકના ગરીડા ગામ પાસે આવેલ હાઇવે ના સર્વિસ રોડ ના કાંઠે મોરબીના લાલપર ગામે રહેતા નવઘણ હીરાભાઈ સદાણીયા નામક યુવક ની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. હત્યારાએ આ કોળી યુવકના ગાળાના ભાગે તેમજ છાતીના ભાગે બે મળીને કુલ ત્રણ તીક્ષણ હથીયાર વડે કરેલા ઘા નજરે પડ્યા છે. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
વાંકાનેર બાઉન્ડ્રી પર આવેલા ગારીડા ગામ પાસે નેશનલ હાઇવે ઓવર બ્રીજ ના સર્વિસ રોડ પાસે કોઈ અજાણ્યા યુવકની લાશ પડી હોવાની જાણ ત્યાંથી પસાર થતા વ્યક્તિએ વાંકાનેર તાલુકા પોલીસમાં કરી હતી. જેના પગલે તાલુકા પી.એસ.આઈ. જાડેજા તેમજ રાઇટર સોલંકી, રવિભાઈ સહીતનો કાફલો ઘટના સ્થળે તુરંત દોડી ગયો હતો.

લાશની ભાળ મેળવવા મથતી પોલીસને નજીકમાં પડેલા મોબાઈલ પર ધ્યાન ગયું હતું અને તેની રિંગ વાગતા પોલીસે તેમાં વાત કરી હતી અને તેના પરથી લાશની ઓળખ શક્ય બની ગઇ હતી, અને મૃતક નવઘણભાઇ હીરાભાઈ સેડાણીયા ( ઉ.વ. 37 - રહે લાલપર - મોરબી ) હોવાનું અને ત્યાં કોઈ કોલસાના કારખાનામાં કામ કરતો હોવાનું ખુલ્યું હતું. મૃતક લાલપર નજીક રાધે પેલેસ હોટેલ પાસે પત્ની અને બે સંતાનો સાથે રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટના સ્થળે તેના મોટા પુત્ર અને કૌટુંમ્બિક કાકા તેમજ અન્યો સગા આવી જતા તેઓએ લાશ ઓળખી બતાવી હતી.

છેલ્લે 10 વાગ્યે પત્ની સાથે રાતે વાત કરી હતી

મૃતક ના મોટા પુત્ર આશિષના જણાવ્યા મુજબ રાત્રીના 8 વાગ્યાની આસપાસ ઘરેથી પત્નીને કોઈ કામ સબબ બહાર જવાનું કહી નીકળી ગયા હતા તેમજ રાત્રીના જમવાનું બાકી હોય તેની પત્નીએ ફરીથી 10 વાગ્યે ફોન કર્યો ત્યારે નવઘણભાઇ એ તેને વાર લાગશે એટલે પરીવાર ને જમી લેવાનું કહ્યું હતું. ત્યાર પછી તેનો કોઇ જ સંપર્ક થયો ન હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો