તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલેજથી યુનિવર્સિટી જતી કારમાંથી ઉત્તરવહીનું એક બંડલ ભેદી રીતે ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોથા તબક્કાની પરીક્ષા દરમિયાન શનિવારે બી.એસસી. સેમેસ્ટર-1ની પરીક્ષાના પેપર લઇને જતી કારમાંથી ઉત્તરવહીનું એક બંડલ ગુમ થયાની વિગત બહાર આવી છે. આ ઘટનાના 48 કલાકથી પણ વધુ સમય વિતી ગયા બાદ પેપરોના બંડલનો પત્તો લાગ્યો નથી. હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોથા તબક્કાની પરીક્ષા ચાલી રહી છે અને તેમાં બી.એસસી. સેમેસ્ટર-1માં શનિવારે અંગ્રેજીનું પેપર લેવામાં આવ્યું હતું.

 

એચ.એન.શુક્લા કોલેજમાં પરીક્ષા પૂરી થયા બાદ એક કારમાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના બંડલ ભરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશન વિભાગમાં મોકલવા કાર રવાના કરવામાં આવી હતી અને રસ્તામાં કોઇ કારણોસર જે કાર ઉત્તરવહીઓના બંડલ લઇને જતી હતી તે બદલી બીજી કારમાં ઉત્તરવહીના બંડલો ટ્રાન્સફર કરાયા હતા. બાદમાં કાર કોન્વોકેશન સેન્ટર પહોંચી ત્યારે ઉત્તરવહીનું એક બંડલ ગુમ થઇ ગયાની જાણ થઈ હતી. જેના પગલે સ્ટાફે ગુમ થયેલું બંડલ શોધવા કવાયત આદરી છે.

 

ઉત્તરવહીનું બંડલ કોલેજ કે અન્ય કોઇ સ્થળે મુકાઇ ગયું હશે


^ઉત્તરવહીના બંડલ કોલેજમાં હશે અથવા અન્ય કોઇ સ્થળે મુકાઇ ગયા હશે, હાલમાં ઉત્તરવહીના બંડલની શોધખોળ ચાલે છે. તેમાં કોઇ મોટી વાત નથી. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે અને બાદમાં ઉત્તરવહીના બંડલો મળી ગયા છે. > અમિતભાઇ પારેખ, પરીક્ષા નિયામક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

 

 

અન્ય સમાચારો પણ છે...