તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટઃ લો કોલેજમાં આચાર્યપદે હિસ્ટ્રીના પ્રોફેસરનો હુકમ CMOએ કર્યો’તો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ રાજકોટની એ.એમ.પી. સરકારી લો કોલેજમાં પ્રિન્સિપાલની નિમણૂકમાં નવો ફણગો ફૂટ્યો છે અને સી.એમ. કાર્યાલયમાંથી બદલીનો નિર્ણય લેવાયાનું ખુલ્યું છે.
ઉચ્ચ શિક્ષણ કમિશનર શાહે બદલી મુદ્દે નવો ફણગો ફોડ્યો

ઉચ્ચ શિક્ષણ કમિશનર એ.જે.શાહે જણાવ્યું હતું કે, સરકારી કોલેજોના કલાસ-1 અધિકારીઓની બદલી અને સસ્પેન્શનના નિર્ણયોની ફાઇલો સી.એમ. કાર્યાલયમાંથી મંજૂર કરવામાં આવે છે. રાજકોટની એ.એમ.પી. સરકારી લો કોલેજમાં ઇતિહાસના અધ્યાપકની નિમણૂકનો નિર્ણય પણ સી.એમ. કાર્યાલયમાંથી લેવાયો છે અને તેનો હુકમ શિક્ષણ વિભાગે કર્યો છે. જેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીનો કોઇ રોલ નથી.
અધિકારીઓ નિલાબેનની નિમણૂક મુદ્દે મોં સીવી લે છે
આ બાબતે મંગળવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી માગી હતી પરંતુ હજુ સુધી તેમને માહિતી અપાઈ ન હોવાનું જણાવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે એ.એમ.પી. લો કોલેજમાં શિક્ષણમંત્રીને અંધારામાં રાખીને હુકમ કરી દેવાયો છે કે શું?
અન્ય સમાચારો પણ છે...