તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણની શાળામાં વોચમેનને વિદ્યાર્થી-વાલીઓએ છરી ઝીંકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ: જસદણના આટકોટ રોડ પર ઓમકાર વિદ્યાલયના વોચમેનને ધો.10ની પરીક્ષા પૂરી થયા બાદ વોચમેનને વિદ્યાર્થીઓ અને વાલીઓના ટોળાંએ છરી ઝીંકી દીધાની પોલીસને પ્રાથમિક વિગતો મળી છે. વોચમેનની હાલત અતિ નાજૂક જણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જયારે અન્ય એક ઘટનામાં ધોરાજીમાં ધો.12 સાયન્સના પેપર વખતે અમુક પરીક્ષા કેન્દ્રોની લાઇટ એક કલાક ગુલ થઇ ગયાનું જાણવા મળે છે.

ધોરાજીમાં ધો.12ની પરીક્ષામાં લાઇટ કલાક ગુલ

જસદણના ઓમકાર વિદ્યાલય નામની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલને ધો.10ની પરીક્ષાનું કેન્દ્ર આપેલું છે અને બપોરે ધો.10નું પેપર પૂરું થયા બાદ રૂટ અધિકારી પેપરો લઇને નીકળતા હતા ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ટોળાં સ્વરૂપે એકઠા થઇ ગયા હતા અને વોચમેન ભાયાભાઈ મેપાભાઈ મકવાણા સાથે માથાકૂટ કરી હતી અને એક શખ્સે ભાયાભાઈને પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. આથી તેઓને પ્રાથમિક સારવાર જસદણ આપીને શુક્રવારે સાંજે 7-30 કલાકે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જયાં રાત્રિના 10-30 કલાક સુધી તેઓ ભાનમાં આવ્યા ન હતા આથી છરી મારનાર કોણ હતો તે અંગે પોલીસને ચોક્કસ વિગતો મળી નથી પરંતુ વિદ્યાર્થી અથવા તેના પરિવારજોએ જ છરી માર્યાની વિગતો પોલીસને મળી છે. બીજીબાજુ ધોરાજીમાં ધો.12 સાયન્સના કેમિસ્ટ્રીના પેપર દરમિયાન 4 થી 5 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોમાં લાઇટ ગુલ થઈ જતાં વિદ્યાર્થીઓમાં દેકારો બોલી ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો