તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટઃ તંત્રનું નાક દબાવવા માલધારીઓએ રેલી કાઢી મનપામાં દેખાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટઃ રાજકોટના રાજમાર્ગો પર રખડતાં ઢોરનો સફાયો કરવા માટે મહાપાલિકાએ વધુ એકવખત કડક ઝુંબેશ શરૂ કરતાં જ માલધારીઓમાં દેકારો મચી ગયો છે. તંત્રનું નાક દબાવવા માટે માલધારીઓએ રેલી કાઢી દેખાવો કર્યો હતો. બાદમાં મ્યુનિ. કમિશનર વિજય નેહરાને રજૂઆત કરવા જતાં કમિશનરે કોઇપણ જાતના દબાણમાં આવ્યા વગર એવી આખરી ચેતવણી આપી દીધી હતી કે, ઢોરને છુટ્ટા મૂકી દેતા માલધારીઓનું હિટલિસ્ટ તૈયાર કરીને તેના ઘરમાં ઘૂસીને ઢોર પકડી લેવાશે. ટૂંક સમયમાં જ આ શસ્ત્ર ઉગામવામાં આવશે એવું અલ્ટિમેટમ આપ્યું હતું.
માલધારીઓએ કહ્યું શેરી-ગલીમાંથી ઢોરને ન પકડો તો સામે કમિશનર કહે - હવે ઘરમાં ઘૂસીને ઢોર પકડીશું

ગુરુવારે સવારે 10 વાગ્યે માલધારીઓ શાસ્ત્રીમેદાનમાં એકઠાં થયા હતા. બાદમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી સુધી રેલી કાઢી હતી. ભૂતકાળમાં બનેલી ઘટનાના પગલે મનપા કચેરીમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. માલધારીઓને મનપાના મેદાન સુધી પ્રવેશવા દેવાયા હતા ત્યાંથી આગળ નાકાબંધી કરી દેવાઇ હતી. જો કે, મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ કોઇપણ પાંચ આગેવાન રજૂઆત કરવા આવી શકે છે તેવી મંજૂરી આપતાં પોલીસ જાપ્તા હેઠળ રણજીત મુંધવા, રાજુભાઇ જુંજા, ભીખાભાઇ પડસારિયા, જીજ્ઞેશભાઇ સભાડ(એડવોકેટ), મીઠાભાઇ જોગરાણા સહિતનું પ્રતિનિધિ મંડળ કમિશનર ચેમ્બરમાં ગયું હતું.

માલધારી આગેવાનોએ સીધી એવી જ માગણી કરી હતી કે, માલધારી વસાહત ન બનાવો ત્યાં સુધી શેરી ગલીમાંથી ઢોર પકડવામાં ન આવે. સામે મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ એક જ વાક્યમાં એવો પ્રત્યુત્તર આપ્યો હતો કે, ઢોરને રોડ પર જ છોડવાની ટેવ ધરાવતા માલધારીઓને આઇડેન્ટિફાઇ કરી તેનું હિટલિસ્ટ તૈયાર કરાશે અને બાદમાં તેમના ઘરમાં ઘૂસીને ઢોર પકડાશે. બાદમાં માલધારી વસાહત ન બને ત્યાં સુધી એનિમલ હોસ્ટેલમાં અમે કહીએ એ સુવિધાની માગ સાથે માલધારીઓએ માલઢોર ત્યાં મોકલવા સહમત છીએ. સામે કમિશનરે પણ ખાતરી આપી હતી.
મ્યુનિસિપલ કમિશનર અને માલધારીઓ વચ્ચેના વાર્તાલાપના મુખ્ય અંશ

મ્યુનિ. કમિશનરઃ તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ સાથે હું વાત કરીશ. તમારા પ્રવક્તા નક્કી કરી લ્યો.
માલધારીઃ તમે મુખ્ય રસ્તા પરથી ઢોર ભલે પકડો પણ શેરી-ગલીઓમાંથી પકડો છો તે યોગ્ય નથી.
કમિશનરઃ માત્ર શેરી-ગલી નહીં, હવેથી તમારા ઘરમાં બાંધેલા ઢોર પણ પકડીશું, તમારે જે કરવું હોય તે છૂટ છે.
આટલું કહી કમિશનરે બેઠક સમાપ્ત થવાની નિશાની કરી. માલધારીઓએ કહ્યું કે, અમારી રજૂઆત તો સાંભળો. કમિશનરે બધાને ફરી બેસાડ્યા.

માલધારીઃ અમને માલધારી વસાહત આપો.
કમિશનરઃ મેં કરોડોની જમીન એનિમલ હોસ્ટેલ માટે ફાજલ કરી છે. સુવિધાઓ પાછળ લાખોનો ખર્ચ કર્યો છે. તમે પહેલાં ઢોરને ત્યાં મૂકો. ત્યાં વધારે સુવિધા જોતી હશે તો આપીશ. એ પછી માલધારી વસાહત વિશે નક્કી કરીશું.
સહકાર આપે તેને માલધારી વસાહતનો લાભ
તંત્ર આગામી દિવસોમાં વધુ કડક કામગીરી કરવાની છે અને તેમાં સહકાર આપનારને જ્યારે પણ માલધારી વસાહત બનશે ત્યારે તેનો લાભ અપાશે. તંત્રને સહકાર ન આપનારનું એક લિસ્ટ તૈયાર કરી રખાશે અને તેની સાથે કોઇપણ પ્રકારનું કૂણું વલણ દાખવવામાં નહીં જ આવે. - વિજય નેહરા, મ્યુનિ. કમિશનર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો