તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:\'નગરમે જોગી આયા\'.એ જીવનનો ટર્નિંગ પોઇન્ટ:કીર્તિદાન ગઢવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ ‘આધુનિક સમયમાં લોકસંગીતમાં પણ અનુભવાતો બદલાવ એ સમયની માગ હોય છે. પહેલાનો સમય હતો કે ફક્ત ઢોલ અને શરણાઇ પર જ ગાતા વગાડતા...એ મર્યાદા હતી એ સમયની. ત્યારે સંગીતનો વ્યાપ પણ એટલો ન હતો. જે પણ કલાકાર હતા ફક્ત પોતાનું જ લોકસંગીત જાણતા હતા. આજે વિશ્વમાં વિવિધ પ્રકારના સંગીત છે જે પ્રચાર પ્રસારમાં આવ્યા છે. તેની અસર પણ વર્તાય છે.

પછી આજની જનરેશનને ધ્યાનમાં રાખીને પણ તેમા કેટલાક ફેરફાર કરાયા છે, પરંતુ અેક વાત નિશ્ચિત છે કે મૂળ લોક સંગીતનું શુધ્ધ સ્વરૂપ જળવાઇ રહ્યું છે. ફકત તેની ટ્રીટમેન્ટ ફરી જાય છે. જેમકે માણસ એનો એજ રહે છે ફક્ત વસ્ત્રો ફરી જાય છે.’ આમ કહેવું છે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનું.‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં આજના યુગમાં લોકસંગીતના પ્રસાર માટે સોશિયલ મીડિયાને મહત્ત્વનું માધ્યમ ગણાવે છે.‘ગુજરાતી લોકસંગીતના પ્રસાર માટે આ યુગ બહુ જ સારો ગણાય.

પહેલા સોશિયલ મીડિયા ન હતું એટલે લોકોને લોકસંગતનો લાભ સરળતાથી ઓછો મળતો. હવે વ્યક્તિ કોઇ પણ ખૂણે હોય તેને કોઇ પણ વાત કે ગીત સાંભળવું હોય તો આ માધ્યમનો ઉપયોગ કરી શકે છે. આમ સંગીતનો વ્યાપ વધ્યો છે.’

આગળ વાંચો, તેરી લાડકી સાંભળી રડી પડ્યો
અન્ય સમાચારો પણ છે...