તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓને તડકે શેકાતા જોઇ શિક્ષકે સ્કૂલ સંકુલમાં 125 વૃક્ષો વાવીને ઉછેર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટઃ સંતતિ નિયમનના વર્તમાન જમાનામાં બે બાળકો બસનો નિયમ યોગ્ય છે, પરંતુ રાજકોટની ટી.વી. શેઠ હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય અને વૃક્ષપ્રેમી હરિભાઇ વેગડા તો કહે છે કે, મારે 500થી વધુ સંતાનો છે અને તેમને મેં જીવનના 40 થી વધુ વર્ષો આપી ઉછેર્યા છે.

રાજકોટના રૈયારોડ પર સરસ્વતી પાર્કમાં રહેતા હરિભાઇ ગોરધનદાસ વેગડાએ પોતાના વૃક્ષપ્રેમની ઉછેરની દાસ્તાન જણાવતા કહ્યું હતું કે, 1975માં રાજકોટમાં સ્કૂલો ઓછી હતી ત્યારે શેઠ હાઇસ્કૂલ બે શિફ્ટમાં ચાલતી હતી અને બપોરે સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ તડકે શેકાતા હોય અને ભારે હેરાન-પરેશાન થતા હોય તે જોઇ મારું હૃદય બળતું હતું અને તેથી મેં સ્કૂલમાં વૃક્ષોની કતાર ખડકી દેવાનો નિશ્ચય કર્યો, પરંતુ નિર્ણય અમલમાં મૂકયો ત્યારે ખ્યાલ આવ્યો કે પરિણામ લાવવું સહેલું નથી.
પ્રથમ વર્ષે 50 વૃક્ષો વાવ્યા, પરંતુ તે ન ઉગ્યા, સતત બીજા વર્ષે 50 વૃક્ષો વાવ્યા, પરંતુ તેમાં પણ નિષ્ફળતા હાથ લાગી, એકવાર તો મનમાં થયું કે આ શક્ય નથી, પરંતુ માહ્યલો જીવ બાળકોની વેદના વિશે વિચારીને ન માન્યો અને વિચાર્યું કે પરિશ્રમ અને પુરુષાર્થથી જ સફળતા મળે છે ત્યાં એક વૃક્ષ ઉગ્યું અને ભીતરમાં આત્મા વિશ્વાસ ઊભો થયો અને પછી તો એક પછી એક વૃક્ષો ઉછેરતા ગયા અને થોડા વર્ષમાં આખી સ્કૂલમાં 125થી વધુ વૃક્ષોનું મિનિ જંગલ ઊભું કરી દીધું. ત્યારબાદ હરિભાઇ વેગડા નિવૃત્ત થયા ત્યારે સાથી શિક્ષક મિત્રોએ તેમના દ્વારા ઊભા કરાયેલા નંદનવનને વેગડા વાટિકાનું નામ અપાયું છે.

હરિભાઇના વેગડા વાટિકામાં મહુડો, સવન સહિતના વૃક્ષો વાવેલા છે

વેગડા વાટિકામાં ચંદનનું વૃક્ષ, ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા કદંબના વૃક્ષો, કવિ કાલિદાસે રઘુુફળમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે શિરિષનું ઝાડ,મહુડો, સવનનું ઝાડ, પારસપીપળો, પેલ્ટોફોરમ, રેઇન ટ્રી, કાશીદ, લીમડો, સુબાબુલ, આસોપાલવ, પ્રણવડ, બિલી સહિત 125થી વધુ વૃક્ષો હજુ પણ ઊભા છે.
દાદાને વૃક્ષો વાવતા જોઇ તેમાંથી વૃક્ષ ઉછેરવાની પ્રેરણા મળી

હરિભાઇ કહે છે, મારી ઉંમર પાંચથી છ વર્ષની હતી ત્યારે દાદાની સાથે ગામના પાદરમાં જતો હતો અને દાદાને વૃક્ષો વાવતા અને ઉછેરતા જોઇ મારા બાળમાનસ પટમાં વૃક્ષો પ્રત્યેના પ્રેમનું આરોપણ થયું અને મારી માતા સંવેદનશીલ હતી તેથી વૃક્ષ પ્રેમ સાથે સંવેદનશીલતાનો સંગમ થયો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો