• Gujarati News
  • Saurashtra University Registrar Wife Death In Rajkot Latest News

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારના પત્નીનું સારવારમાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ગુરુવારે રાત્રે કાંડી ચાંપી દીધી હતી
રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ધીરેનભાઇ પંડયાના પત્ની કીર્તિદાબેને ગુરુવારે મધરાત્રે પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લીધું હતું. જેમનું સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.યુનિવર્સિટી રોડ પરની શિવધામ સોસાયટીમાં રહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ધીરેનભાઇ પંડયાના પત્ની કીર્તિદાબેન (ઉ.વ.32)એ ગુરુવારે રાત્રે બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે બાથરૂમમાં જઇ કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી.
અગ્નિસ્નાન કરનાર કીર્તિદાબેનની ચીસો સાંભળી ધીરેનભાઇ સહિતના પરિવારજનો નિદ્રામાંથી જાગી ગયા હતા અને આગ બુઝાવી કીર્તિદાબેનને હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે ચાર દિવસની સારવાર સફળ નીવડી નહોતી અને સોમવારે સાંજે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કીર્તિદાબેનના લગ્ન 13 વર્ષ પહેલાં ધીરેનભાઇ પંડયા સાથે થયા હતા અને તેમને સંતાનમાં બે પુત્રી છે.
ઘટનાના બે દિવસ પહેલાથી કીર્તિદાબેન માનસિક અસ્વસ્થતા અનુભવતા હતા અને પોતાનાથી ભુલ થઇ ગયાનું રટણ રટતા હતા અને અંતે ગુરુવારે રાત્રે અગ્નિસ્નાન કરી લીધું હતું. કીર્તિદાબેનના મૃત્યુથી તેમની બે પુત્રીએ માતાની હૂંફ ગુમાવી હતી. બનાવથી યુનિવર્સિટીના કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બીજીબાજુ રજસ્ટ્રારના પત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ થયાના બનાવની જાણ થતાં જ યુનિવર્સિટીના કર્મચારીઓ પંડ્યાના ઘરે દોડી ગયા હતા.