રાજકોટ: દુષ્કર્મ કેસમાં કમલેશ રામાણી હજુ પણ પોલીસ પકડથી દૂર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નાનામવા રોડ પર રહેતી યુવતી પરના દુષ્કર્મના બંને આરોપી જેલહવાલે, પ્રેમપ્રકરણ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું

રાજકોટ: કાલાવડ રોડ પરના ફ્લેટમાં રહેતી 21 વર્ષીય યુવતીને બેભાન કરી તેના પર દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં ફરાર બિલ્ડર કમલેશ રામાણીની ધરપકડ કરવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી. તેના ફ્લેટે પોલીસે તપાસ કરી હતી, પરંતુ તે હાથ આવ્યો નહોતો.

કાલાવડ રોડ પર રહેતી 21 વર્ષીય યુવતીએ પાંચેક દિવસ પૂર્વે ભીલવાસ નજીક પેટ્રોલ પંપ સામે ફિનાઇલ પી આપઘાતની કોશિશ કરી હતી. આપઘાતના પ્રયાસ બાદ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, બિલ્ડર કમલેશ રામાણી તેના ફ્લેટે આવ્યો હતો અને કોલ્ડ્રીંકસમાં ઘેની પ્રવાહી પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ કમલેશે ધમકી આપ્યાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પરથી દુષ્કર્મ સહિતની કલમ હેઠળ કમલેશ રામાણી સામે ગુનો નોંધ્યો હતો.

ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલાં કમલેશ રામાણીને શોધવા મહિલા પોલીસ સ્ટાફે સાધુવાસવાણી રોડ પર આવેલા કમલેશના ફ્લેટે તપાસ કરી હતી, પરંતુ ત્યાં તાળાં ઝૂલતા હતા. કમલેશ તથા તેની પત્ની સહિતનો પરિવાર તેના અન્ય મકાનમાં જતાં રહ્યાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.

અન્ય એક કિસ્સામાં નાનામવા રોડ પર રહેતી 20 વર્ષીય યુવતીને રવિવારે રાત્રે તેના નટરાજનગરમાં રહેતો રમેશ ઉર્ફે અમિત હરિ છૈયા અને ભાવેશ વાલા ડોંડા ઘરેથી કારમાં ઉઠાવી ગયા હતા. રમેશે યુવતી પર ચાલુ કારમાં દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે બંને શખ્સોની મંગળવારે ધરપકડ કરી હતી અને બુધવારે બંનેને જેલહવાલે કરવામાં આવ્યા હતા. પોલીસે યુવતી અને રમેશના કોલ ડિટેલ સહિતના મુદ્દે તપાસ કરતાં યુવતી અને રમેશ વચ્ચે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...