રામપરા વીડી ફરીથી સિંહ બાળની ત્રાડથી ગુંજશે, મેટિંગ માટે ત્રણ જોડકા રાખ્યા 'તા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેરઃ વાંકાનેર નજીક આવેલ એશિયાટિક સિંહોના સંવર્ધન કેન્દ્ર એવા રામપરા વીડીમાં વર્ષના અંતે ફરીથી સિંહ બાળની ત્રાડ થી ગુંજી ઉઠશે. આ વર્ષે ત્રણ જોડલાઓને મેટિંગ માટે રાખ્યા હતા, તેમાં ત્રણેય સિંહણોમાં સફળતાનાં પ્રાથમિક ચિહનો જોવા મળ્યા છે. આ ત્રણેય સિંહણો આ વર્ષના અંતમાં નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં નવા સિંહબાળોને જન્મ આપે તેવી આશા સેવાઈ રહી છે. અને ફરી એક વખત આ જીનપુલનો પ્રયાસ સફળ નીવડ્યો છે.
સિંહની પ્રજાતિને નામશેષ થતી અટકાવવા જીનપુલના પ્રયાસોને મળી રહી છે સફળતા

સન 2010 સમગ્ર એશિયા ખંડમાં માત્ર ભારતમાં જ અને તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં જોવા મળતા એશિયાટિક સિંહો લુપ્ત થતી વન્ય પ્રજાતિઓમાં આવવા મંડ્યા. એક સમયે દુનિયાના એક દેશમાં સિંહોમાં ફેલાયેલ વાયરલ ઇન્ફેકશનથી ઘણા સિંહોના મોત નિપજતા આંતરરાષ્ટ્રીય સંસ્થા WWF સફાળી જાગી અને ભારતના આ એશિયાટિક સાવજોને માત્ર ગીર વિસ્તારમાં જ થતા કુદરતી વધારાને બદલે અન્ય જગ્યાએ ખસેડી તેની પ્રજાતિ સાચવવા અને વધારવાના પ્રયોગ રૂપે વાંકાનેર નજીક રામપરા વીડીમાં સમગ્ર એશિયાનું પ્રથમ; જીનપુલ; ( એશીયાટીક લાયન બ્રીડીંગ સેન્ટર) અસ્તિત્વમાં આવ્યું અને પ્રથમ જોડલું અહીંયા તેઓની પૂર્ણ સગવડતા ઉભી કરી લાવવામાં આવ્યું. એશિયાટિક સાવજોને ગીરની માફક અહીંયાનું વાતાવરણ માફક આવી ગયું છે અને સેન્ચ્યૂરીના અધિકારીઓ, સ્ટાફ અને ડોક્ટરોની પેનલને કારણે અહીંયા તેની પ્રજાતિ સારી અને સાચી રીતે સચવાય છે, વધી રહી છે.
ત્રણ જોડકાંને મેટિંગ માટે સાથે રાખ્યા હોઇ, વન તંત્રને મળ્યા સારા સમાચારના અણસાર

એશિયાટિક સિંહો આમ તો દર વર્ષે વર્ષના 15 જૂનથી ઓક્ટોબર માસ દરમ્યાન મેટિંગ કરતા હોય છે પરંતુ આ જીનપુલમાં એકાંતરા વર્ષે મેટીંગમાં જોડલાઓ મુકવામાં આવે છે. આ વર્ષે ત્રણ જોડલાઓ (1) ધીરેન-સાન્યા (2) જાંબો-આશા અને સુત્રો-ધારાને મુકવામાં આવ્યા હતા. મેટીંગના મુખ્યત્વે 15 જુલાઈથી 15 ઓક્ટોના સમય ગાળો મુખ્ય હોય આ ત્રણેય જોડલાઓમાં આ બાબતે મેટીંગના એક માસ હકારાત્મક ચિન્હો સાંપડ્યા અને સ્થાનિક વાઈલ્ડ લાઈફના તબીબ અને અને જૂનાગઢના તબીબની પેનલે આ બાબતે પુષ્ટિ કરી છે અને નજીકના ભવિષ્યમાં જ જીનપુલ સિંહબાળની ત્રાડથી ગુંજે તો નવાઇ નહીં.
પાણી માટે કૂવા, બોર ઉલેચવા પડી રહ્યા છે
ચાલુ વર્ષે પાણીની ખૂબ જ તંગી છે .હાલમાં કૃત્રિમ સ્ત્રોતથી કામ ચલાવાય છે. ફોરેસ્ટ અધિકારી જાડેજાના જાણવ્યા અનુસાર આ વર્ષે સેન્ચુરી વિસ્તારમાં માત્ર 2 થી 2.5 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો હોય કુદરતી સ્ત્રોત સમા તળાવ અને ઝરણાઓ સૂકાભઠ જ છે. હાલમાં તો સેન્ચુરી માં બનાવેલ કૂવા અને બોર માંથી પાણી ઉલેચી સતત આ વીડીમાં વસતા વન્ય જીવો માટે બનાવેલ કુત્રિમ જગ્યાઓ માં પાણી ટેન્કરથી ભરવામાં આવે છે.

શું કહે છે વીડીના અધિકારી
રામપરા સેન્ચુરીના અધિકારી જાડેજાના જણાવ્યા અનુસાર એક ચિન્હ મુજબ સિંહ જોડલા મેટીંગ કર્યા બાદ એકાદ માસ સુધી ફરીથી મેટીંગ માટે આકર્ષાય નહિ તો સમજવું કે મેટીંગ સકસેસ છે અને બીજા ચિહ્ન મુજબ માદાનું પેટ થોડું ફુલાયેલું તેમજ તેની નિપ્પલ થોડી ઉપસતી દેખાય તો પણ મેટીંગ સકસેસ ગણી શકાય. ત્રણ જોડલામાંથી એક પ્રથમ વખત બચ્ચાં આપશે અને બે અગાઉ પણ બચ્ચાઓ આપી ચુક્યા છે. હાલમાં સુત્રો - ધારા ની જોડી ને પ્રથમ વખત મેટીંગમાં મુક્યા હતા જયારે અન્ય બે જોડીઓ આ અગાઉ 3-3 બચ્ચાઓ આપી ચુક્યા છે.
અન્ય સમાચારો પણ છે...