• Gujarati News
  • Rajkot: Youth From Junagadh Set Ablaze Himself In Civil Hospital

રાજકોટઃ જૂનાગઢના યુવાને પેટ્રોલ છાંટી કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 15 દિવસથી પડ્યા પાથર્યા રહેતા જૂનાગઢના ગોધાવાવની પાટી પાસે રહેતા અરવિંદ નાથાભાઇ ગોહેલ નામના 32 વર્ષના એક યુવાને બુધવારે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં હોસ્પિસ્ટલના મેદાનમાં જાહેરમાં જાત જલાવી આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યા છે. સળગતી હાલતમાં આ યુવાન હોસ્પિટલના દર્દીઓથી ભરચક્ક વોર્ડમાં ઘૂસતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા અને ભારે નાસભાગ મચી ગઇ હતી.
Paragraph Filter
- રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢના યુવાને જાત જલાવી: સળગતી હાલતમાં વોર્ડમાં ઘૂસ્યો : હાલત ગંભીર
- માનસિક અસ્થિર જણાતા યુવાને આ કૃત્ય માટે આપેલું કારણ તથ્યહિન નીકળ્યું

આ દ્રશ્ય જોઇને સ્તબ્ધ બની ગયેલા લોકો પૈકીના કેટલાકે હિંમત કરી યુવાનને હોસ્પિટલના ચોગાનમાં ગાદલાં-ગોદડાં વડે તેના શરીર પર લબકારા લેતી અગનજ્વાળાઓને ઠારવાની કોશિશ કરી હતી. યુવાનને એ જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે, જ્યાં તેની હાલત નાજૂક ગણાવાઇ રહી છે. હોસ્પિટલના બિછાનેથી ભારે દર્દ અને પીડાની હાલતમાં એ યુવાને પોતાની કથની વર્ણવી હતી, પણ તેણે કરેલી વાતમાં તથ્ય ન હોવાનું તેના જૂનાગઢમાં રહેતા ભાઇએ જણાવ્યું હતું. અરવિંદની માનસિક હાલત સ્થિર ન હોવાનું પ્રથમ દૃષ્ટિએ ઉપસ્યું હતું. પોલીસે મોડીરાત્રે તેનું નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી હતી.
જાત જલાવનાર યુવાને શું કહ્યું?
હોસ્પિટલના બિછાને પડેલા અરવિંદે જણાવ્યું હતું કે, પોતે ત્રણ ભાઇમાં નાનો છે. બીજા નંબરના ભાઇ મહેશની પુત્રીએ પ્રેમલગ્ન કર્યા છે અને તેની ભત્રીજી તથા તેના પતિનો પરિવાર એક થઇ ગયા છે, તેના જણાવ્યા પ્રમાણે એ બધાએ અરવિંદના પરિવારજનોની હત્યા કરી છે, તેના પરિવારની એક પણ વ્યક્તિ જીવિત નથી. પોતે એ બધાના સકંજામાંથી ભાગી છૂટ્યો હતો. પણ, આજે એ બધા અહીં પહોંચી જતાં એ બધા મારી નાખે એ કરતા જાતે મરવાનું પસંદ કર્યું હતું. તેના જણાવ્યા અનુસાર તે હોસ્પિટલ ચોકના પેટ્રોલ પંપ ખાતેથી પેટ્રોલ લઇ આવ્યો હતો.

આગળની સ્લાઇડ્સમાં વાચોઃ જૂનાગઢ સ્થિત પરિવારજનોનું કથન ‘અમારે કાંઇ સંબંધ નથી, બિનવારસુ ગણજો’, આ રીતે બની ઘટના : સળગતી હાલતમાં આટલું ચાલ્યો, આત્મવિલોપનની અન્ય તસવીરો (તસવીરો : પ્રકાશ રાવરાણી, રાજકોટ)